Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, June 16
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મોહમ્મદપુરનું નામ મોહનપુર કરાયું, મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ૧૧ ગામના નામ બદલ્યા

    મોહમ્મદપુરનું નામ મોહનપુર કરાયું, મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ૧૧ ગામના નામ બદલ્યા

    City Today DailyBy City Today DailyJanuary 13, 2025

    ભોપાલ, તા.૧૩
    નવા વર્ષની શરૂઆતમાં જ એટલે કે ૫ જાન્યુઆરીએ મધ્યપ્રદેશમાં ત્રણ પંચાયતોના નામ બદલવામાં આવ્યા હતા. હવે ફરી ૧૨ જાન્યુઆરીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ.મોહન યાદવે ૧૧ ગામોના નામ બદલવાની જાહેરાત કરી છે. આ વખતે, શાજાપુર જિલ્લાના કાલાપીપલમાં જનતાને સંબોધિત કરતી વખતે આ જાહેરાત કરવામાં આવી હતી.
    સીએમએ કહ્યું કે નિપાનિયા હિસામુદ્દીનનું નામ બદલીને નિપાનિયા દેવ કર્યું, ધબલા હુસૈનપુર નામ ધબલા રામ, મોહમ્મદપુર પાવડિયાને રામપુર પાવડિયા તરીકે, ખજુરી અલ્લાહદાદને ખજુરી રામ તરીકે ઓળખવામાં આવશે.
    તેમજ હાજીપુરને હીરાપુર, મોહમ્મદપુર મચ્છનાઈને મોહનપુર, રિછરી મુરાદાબાદને રિછરી, ખલીલપુર (ગ્રામ પંચાયત સિલુંડા)ને રામપુર, અંછોડને ઉંચાવડ, ઘટ્ટી મુખત્યારપુરને ઘટ્ટી અને શેખપુર બોંગીને અવધપુરી કહેવામાં આવશે.
    સીએમ મોહન યાદવએ કહ્યું કે, ધારાસભ્યના કહેવા પ્રમાણે કેટલાક ગામોના નામ અટકી રહ્યા છે અને ખટકે છે. હું કંઈ ખોટું નથી કરી રહ્યો. કારણ કે મોહમ્મદપુર મચ્છનાઈમાં કોઈ મોહમ્મદ જ નથી તો આવું નામ શા માટે! ત્યાં કોઈ મુસ્લિમ ભાઈઓ હોય તો આ નામ રાખો, જાે છે જ નહિ તો ધારાસભ્યના કહેવા પ્રમાણે નામ બદલીને મોહનપુર કર્યું છે.
    તેવી જ રીતે, ધબલા હુસૈનપુર અને મોહમ્મદપુર પવરિયાના નામ બદલતા મુખ્યમંત્રીએ કહ્યું, તમે કહ્યું કે ધબલા હુસૈનપુરમાં જ્યારે કોઈ હુસૈન નથી, તો પછી તેને હુસૈનપુર કેમ કહેવામાં આવે!, આથી આજથી તે ધબલા રામ તરીકે ઓળખાશે. તેમજ મોહમ્મદપુર પવરિયામાં રામપુર પવરિયાતરીકે ઓળખાશે.

    Post Views: 730
    મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ ૧૧ ગામના નામ બદલ્યા મોહમ્મદપુરનું નામ મોહનપુર કરાયું
    Previous Articleનો હેલ્મેટ, નો પેટ્રોલ, હેલ્મેટ વગર પેટ્રોલ નહીં મળે
    Next Article ઉત્તરાયણ પહેલા જ દોરીથી ગળા કપાયા

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.