Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, August 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » બેકારી, મોંઘવારીથી સામાન્ય લોકોનું જીવન દુષ્કર બન્યું છે

    બેકારી, મોંઘવારીથી સામાન્ય લોકોનું જીવન દુષ્કર બન્યું છે

    City Today DailyBy City Today DailyJanuary 24, 2025

    નવી દિલ્હી, તા.૨૪
    દેશમાં મોંઘવારીથી રાહત આપે તેવા બજેટની જરૂર હોવાની માગણી કરીને કોંગ્રેસે આક્ષેપ કર્યાે હતો કે મોદી સરકારની ખોટી નીતિઓને કારણે સતત વધતી જતી બેરોજગારી અને મોંઘવારીએ નીચલા અને મધ્યમ વર્ગના પરિવારો માટે જીવન અત્યંત મુશ્કેલ બનાવી દીધું છે.
    કોંગ્રેસના જનરલ સેક્રેટરી ઈન્ચાર્જ કોમ્યુનિકેશન્સ જયરામ રમેશે એક મીડિયા રિપોર્ટ શેર કર્યાે હતો, જેમાં દાવો કરાયો હતો કે છેલ્લા ૧૦ વર્ષમાં કમરતોડ મોંઘવારીથી સામાન્ય લોકોના ખિસ્સા ખાલી થઈ ગયા છે.
    તેમણે જણાવ્યું હતું કે મોદાણી સરકારે છેલ્લા દસ વર્ષમાં માત્ર તેના ધનિક મિત્રોની જ કાળજી લીધી છે. સરકારની ખોટી નીતિઓને કારણે સતત વધતી જતી બેરોજગારી અને મોંઘવારીએ નીચલા અને મધ્યમ વર્ગના પરિવારોનું જીવન દુષ્કર બન્યું છે.
    દૂધ, લોટ, કઠોળ, પેટ્રોલ, ડીઝલ અને શાકભાજીના ભાવ આસમાનને આંબી રહ્યાં છે. દરેક ઘર પર ઇએમઆઇ અને દૈનિક જરૂરિયાતોનો બોજ વધી રહ્યો છે. દેશને હવે એવા બજેટની જરૂર છે જે ફુગાવામાં રાહત આપે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે પણ મોદી સરકાર પર તેની આર્થિક નીતિઓ પર પ્રહારો કર્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે વાસ્તવિક વિકાસ ત્યારે થાય છે જ્યારે દરેક વ્યક્તિ પ્રગતિ કરે છે, બિઝનેસ માટે યોગ્ય વાતાવરણ હોય છે, ન્યાયી કર પ્રણાલી હોય છે અને કામદારોની આવક વધે છે. રાહુલ ગાંધીએ રવિવારે ‘વ્હાઈટ ટી-શર્ટ મુવમેન્ટ’ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિકાસ મોડેલને લઈને પીએમ મોદી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કર્યા છે.
    રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘‘દિલ્હીને હવે પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતનું વાસ્તવિક વિકાસ મોડેલ જાેઈએ, નહીં કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આપ સંયોજક અરવિંદ કેજરીવાલનો ખોટો પ્રચાર અને પીઆર મોડેલ.’’
    રાહુલ ગાંધીએ ફેસબુક પર એક વીડિયો શેયર કર્યાે, જેમાં મોંઘવારી, બેરોજગારી, પ્રદૂષણ અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓને ટાંક્યા છે. તેમણે ફેસબુક પર એક પોસ્ટ કરીને કહ્યું કે, ખરાબ નિર્માણ, ગંદગી, મોંઘવારી, બેરોજગારી, પ્રદૂષણ અને ભ્રષ્ટાચાર – દિલ્હીની હકીકત લોકોની સામે છે. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ખરાબ તબિયતને પગલે બુધવારે દિલ્હીમાં ચૂંટણી સભા યોજી શક્યા ન હતા. તેમણે વીડિયો મેસેજથી લોકોને કોંગ્રેસને વોટ આપવા અપીલ કરી હતી.

    Post Views: 475
    બેકારી મોંઘવારીથી સામાન્ય લોકોનું જીવન દુષ્કર બન્યું છે
    Previous Articleસ્વાર્થ માટે ધર્મનો ઉપયોગ બંધ થાય, સત્તા લોકો પાસે છે સરકાર પાસે નહીં : ફારૂક અબ્દુલ્લા
    Next Article વિદ્યાર્થિનીના આપઘાતને લઇ તપાસમાં ચોંકાવનારો ખુલાસો, આદર્શ પબ્લિક સ્કૂલના આચાર્યએ ફેલાવ્યું જુઠ્ઠાણું!

    Related Posts

    July 25, 2026

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025
    Latest Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.