Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » કેજરીવાલ ઇમાનદાર અને રાહુલ બેઇમાન,આમ આદમી પાર્ટીના નવા પોસ્ટરથી રાજકીય ઘમસાણ

    કેજરીવાલ ઇમાનદાર અને રાહુલ બેઇમાન,આમ આદમી પાર્ટીના નવા પોસ્ટરથી રાજકીય ઘમસાણ

    City Today DailyBy City Today DailyJanuary 25, 2025

    નવી દિલ્હી, તા.૨૫
    દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ચૂક્યું છે અને હવે સત્તારુઢ આમ આદમી પાર્ટીએ અચાનક કોંગ્રેસ પર પ્રહાર કરવાનું શરુ કરી દીધું છે જેના કારણે હવે રાજકીય ઘમાસાણ શરુ થઈ ગયું છે. શનિવારે સવારે આમ આદમી પાર્ટીએ એક પોસ્ટર રિલીઝ કર્યું છે જેમાં લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને બેઇમાનની યાદીમાં સામેલ કરી દીધા છે. પોસ્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ બાદ ત્રીજા નંબર પર રાહુલ ગાંધીની તસવીર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ પોસ્ટર આપની સુનિયોજિત વ્યૂહરચનાનો જ એક હિસ્સો છે. આ પોસ્ટરમાં કેજરીવાલને ઇમાનદાર અને રાહુલ ગાંધીને બેઇમાન ગણાવ્યા છે. પોસ્ટરમાં લખ્યું છે કે- કેજરીવાલની ઇમાનદારી બધા બેઇમાનો પર ભારે પડશે. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં રોજ રાજકીય સમીકરણ બદલાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીને માત્ર ભાજપ જ નહીં પરંતુ કોંગ્રેસના ઉમેદવારોથી પણ કાંટાની ટક્કર મળી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીને ડર છે કે, દિલ્હીમાં બદલાતા સમીકરણના કારણે મુસ્લિમ લઘુમતી અને દલિત વોટર રાહુલ ગાંધીના કહેવાથી પોતાના પક્ષમાંથી છટકી ન જાય.
    આપનું માનવું છે કે, જાે રાહુલ ગાંધીને ભાજપના નેતાઓ સાથે ન ઊભા રાખ્યા તો તેઓ એક મોટા વોટ બૅન્કને આમ આદમી પાર્ટીમાંથી પોતાના તરફ ખેંચી શકે છે. જાેકે, આમ આદમી પાર્ટીએ પોતાના આ પોસ્ટર વોરથી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને દૂર રાખ્યા છે. હમણાં થોડા મહિના પહેલા સુધી ગઠબંધનનો હિસ્સો રહેલી બંને પાર્ટીઓ વચ્ચે આખરે દિલ્હીમાં ચાલી રહેલા આ યુદ્ધનો શું મતલબ છે? કોંગ્રેસને ખબર જ છે કે, જ્યાં સુધી તેઓ આમ આદમી પાર્ટીના વોટમાં ગાબડું નહીં પાડશે ત્યાં સુધી દિલ્હીમાં તેમની વાપસીનો રસ્તો માત્ર મુશ્કેલ જ નહીં પરંતુ અસંભવ છે.
    તેથી કોંગ્રેસના મોટા નેતાઓ સતત પ્રેસ કોન્ફરન્સ કરીને અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધી રહ્યા છે. દિલ્હીમાં પહેલા કામ કરી ચૂકેલી કેજરીવાલ સરકારના કાર્યકાળની સીએજી રિપોર્ટ સામે લાવવામાં આવી રહી છે, જેમાં કોંગ્રેસનો દાવો છે કે, કથિત રીતે ભ્રષ્ટાચારના કેસમાં અરવિંદ કેજરીવાલ સામેલ છે. નવી દિલ્હી વિધાનસભા બેઠક પર અરવિંદ કેજરીવાલનો સીધો મુકાબલો પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિત સાથે છે. તેથી રાહુલ ગાંધી ઉપરાંત અજય માકન અને સંદીપ દીક્ષિતને પણ આ પોસ્ટરમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે જ સ્વસ્થ થયા બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી દિલ્હીમાં એક પછી એક અનેક રેલીઓ કરવાના છે, જેમાં તેમનો મુખ્ય ટાર્ગેટ કેજરીવાલ હશે.
    વર્ષ ૨૦૧૨માં નવી પાર્ટી બનાવ્યા બાદ અરવિંદ કેજરીવાલે પહેલી વાર ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીમાં ઉતર્યા હતા. ત્યારે કેજરીવાલ અને તેમની પાર્ટીનું ફોક્સ ભ્રષ્ટાચાર વિરોધી મુદ્દાઓ પર હતું. લોકોએ તેમની પાર્ટી અને તેમના એજન્ડાનું સ્વાગત કર્યું અને ૨૦૧૩માં તેમને ઘણી બેઠકો પર જીત અપાવી. ત્યારે પણ અરવિંદ કેજરીવાલ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પર સીધા પ્રહારો કરતા હતા અને તેમને ભ્રષ્ટચારી જાહેર કરી દેતા હતા. પરંતુ આ વખતે સમીકરણો બદલાઈ ગયા છે, કારણ કે અરવિંદ કેજરીવાલ સામે જ ભ્રષ્ટાચારના ઘણા કેસ ચાલી રહ્યા છે. તેથી અરવિંદ કેજરીવાલ સામે પડકાર એ છે કે તેઓ માત્ર પોતાને જ ઇમાનદાર વ્યક્તિ સાબિત કરે અને અન્ય પાર્ટીના નેતાઓને બેઇમાન જાહેર કરે.

    Post Views: 339
    આમ આદમી પાર્ટીના નવા પોસ્ટરથી રાજકીય ઘમસાણ કેજરીવાલ ઇમાનદાર અને રાહુલ બેઇમાન
    Previous Articleસંભલમાં જામા મસ્જિદ બહાર હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા
    Next Article બ્લેકમેલ અને ખંડણી જેવા ગંભીર ગુનામાં સરથાણા પોલીસે આરોપી સામે લાલઆંખ કરી

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.