Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » સરસ્વતી વિદ્યાલયમાં એસીમાં બ્લાસ્ટ, ૮૦૦ જેટલાં વિદ્યાર્થીઓ, વાલીઓનો જીવ તાળવે

    સરસ્વતી વિદ્યાલયમાં એસીમાં બ્લાસ્ટ, ૮૦૦ જેટલાં વિદ્યાર્થીઓ, વાલીઓનો જીવ તાળવે

    City Today DailyBy City Today DailyFebruary 20, 2025

    સુરત, તા.૨૦
    સુરતમાં અશ્વિનીકુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ત્યારબાદ સ્કૂલમાં તાત્કાલિક બાળકોને રજા આપી દેવામાં આવી હતી. આ સાથે જ વાલીઓ બાળકો સહી સલામત છે કે નહીં તે જાેવા માટે સ્કૂલે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો. હાલ આ ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી.
    મળતી માહિતી પ્રમાણે, સુરતના અશ્વિનીકુમાર રોડ પર ગૌશાળા સર્કલ પાસે આવેલી સરસ્વતી વિદ્યાલયમાં આજે સવારે ૯.૨૧ કલાકે લાઇબ્રેરીમાં એસી મા બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી. આગની જાણ થતા આજે સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આસપાસના ક્લાસરૂમમાં રહેલા તમામ બાળકોને તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી અને સ્કૂલમાં રહેલી ફાયર સેફટી દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા.
    સુરત ફાયર વિભાગ ને જાણ કરવામાં આવતા ઘાંસીશેરી કતારગામ અને કાપોદરાની ફાયર સ્ટેશનની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્રણ ફાયર સ્ટેશનની છ થી વધુ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. જાેકે આ આગ લાગી હોવાની જાણ થતા જ સ્કૂલન સંચાલકો દ્વારા સ્કૂલમાં બાળકોને રજા પણ આપી દેવામાં આવી હતી. આ સાથે જ નજીકમાં જ રહેતા વાલીઓને જાણ થતા સ્કૂલે દોડી આવ્યા હતા. સ્કૂલમાં આગ લાગી હોવાની જાણ થતા વિદ્યાર્થીઓમાં પણ થોડોક ડરનો માહોલ જાેવા મળ્યો હતો. સ્કૂલે દોડી આવેલા વાલીઓમાં પણ ડરનો માહોલ જાેવા મળ્યો હતો. કેટલાક બાળકો વાલીઓને ભેટીને રડી પણ પડ્યા હતા. જાેકે આગ લાયબ્રેરીમાં લાગી હોવાથી સ્કૂલના બાળકોને કોઈપણ પ્રકારની અસર થઈ નથી. જ્યારે લાઇબ્રેરીમાં થોડું નુકસાન થયું છે. વાલીઓ પણ પોતાના બાળકોને સુરક્ષિત જાેઈને રાહતનો શ્વાસ લીધો હતો.
    કાપોદ્રા સબ ફાયર ઓફિસર ગઢવીએ જણાવ્યું હતું કે, હાય વિભાગ ને કોલ મળતાની સાથે જ ટીમો સ્કૂલ ખાતે પહોંચી ગઈ હતી. લાઇબ્રેરીમાં એસી ચાલુ કરતાં ની સાથે જ ધડાકા સાથે આગ લાગી ગઈ હતી. ગણતરી ની મિનિટોમાં હાથ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. સ્કૂલમાં ૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ હતા તે તમામ સહી સલામત છે અને સ્કૂલ દ્વારા વાલીઓ ને બોલાવીને ઘરે મોકલી આપવામાં આવ્યા હતા. કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી. તમામ બાળકો સહી સલામત છે. સરસ્વતી વિદ્યાલય ની લાઇબ્રેરી બંધ હાલતમાં હતી. આજે નવા લાયબ્રેરીયન આવતા તેમને બતાવવા માટે લાઇબ્રેરી ખોલીને એસીની સ્વીચ શરૂ કરતાં જ ધડાકા સાથે આગ લાગી ગઈ હતી. સ્કૂલમાં રહેલા એન્સ્ટિગ્યુસરથી આ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.
    આ સાથે ફાયર વિભાગને પણ જાણ કરી હતી. ફાયર વિભાગે સ્કૂલમાં રહેલી ફાયર સેફ્ટીની પણ તપાસ કરી હતી. જેમાં ફાયર સેફ્ટી ચાલુ હોવાનું સામે આવ્યું હતું. જાેકે તપાસ ચાલુ હોવાથી આજે સ્કૂલ બંધ રહેશે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ ર્નિણય લેવાશે.

    Post Views: 346
    ૮૦૦ જેટલાં વિદ્યાર્થીઓ વાલીઓનો જીવ તાળવે સરસ્વતી વિદ્યાલયમાં એસીમાં બ્લાસ્ટ
    Previous Articleદિલ્હીના નવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાને બનાવાયા
    Next Article UCC બાદ ઉત્તરાખંડનો વધુ એક મોટો ર્નિણય! હવે બહારના લોકો નહીં ખરીદી શકે ખેતીલાયક જમીન

    Related Posts

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026
    Latest Posts

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.