Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, August 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » પર્વત પાટિયા વિસ્તારમાં લોકો પાણીથી ત્રસ્ત, આપ-ભાજપ લડવામાં મસ્ત, કોંગ્રેસના ઘોડાઓ પાણીમાં ચાલતા નથી

    પર્વત પાટિયા વિસ્તારમાં લોકો પાણીથી ત્રસ્ત, આપ-ભાજપ લડવામાં મસ્ત, કોંગ્રેસના ઘોડાઓ પાણીમાં ચાલતા નથી

    City Today DailyBy City Today DailyJune 25, 2025

    (સિટી ટુડે) સુરત, તા.૨૫
    શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટીઓની બહાર ત્રણ દિવસથી પાણી ભરાયેલાં રહેતાં સ્થાનિકોની હાલત કફોડી બની છે. તેમજ સતત ૭માં વર્ષે ખાડીપૂર આવ્યું છે. ખાસ કરી વ્રજભૂમિ, ઋષિ વિહાર, સત્યમ શિવમ હાઇટ, નંદનવન, વૃંદાવન અને માધવબાગ સોસાયટીના રહીશો ખાડીપૂરથી ત્રસ્ત છે. તેમજ જળબંબાકારની સ્થિતિ વચ્ચે દર્દીને પણ સ્ટ્રેચરમાં એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે.
    પૂરની આ સ્થિતિ વચ્ચે હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. સીમાડાના વાલમનગરમાં આપનાં આ ત્રણ કોર્પોરેટર રચના હીરપરા, મહેશ અણઘણ, વિપુલ સુવાગિયા તથા ભાજપના કાર્યકરો બાખડી પડ્યાં હતાં. આપના કોર્પોરેટરો સ્થળે પહોંચતાં જ ભાજપના કાર્યકરોએ બબાલ શરૂ કરી દીધી હતી.
    આપના કોર્પોરેટરો અને ભાજપના કાર્યકરોના આ ઝઘડા દરમિયાન એક્ટિવા પર સવાર વ્યક્તિએ કહ્યું- શું કીધું કાલે, પાંચ વાગ્યાના આવ્યા છીએ. તો રચના હિરપરાએ સામે કહ્યું- શાંતિથી બોલો એ ભાઈ, શાંતિ રાખો, આવ્યા છે પ્રતિનિધિ, શાંતિ રાખો.
    આ દરમિયાન અન્ય એક વ્યક્તિ બોલી રહ્યો હતો કે, આપણે અંદોર અંદર લડવાનું નથી થતું. રચના હિરપરાએ કહ્યું- ઝઘડવા નથી આવ્યા અહીં લોકોનો પ્રશ્નો લઈને આવ્યા છીએ, બરોબર છે. શાંતિ રાખો. અન્ય એક વ્યક્તિએ કહ્યું- શું કર્યું અહીં તમે. એક્ટિવા પર સવાર વ્યક્તિએ કહ્યું- તમે શું સોલ્વ કરશો. રચના હિરપરાએ કહ્યું- શાંતિ રાખો કીધુંને તમને. એક્ટિવા પર સવાર વ્યક્તિએ કહ્યું- તમે શું સોલ્વ કરશો. અન્ય એક વ્યક્તિ બોલી રહ્યો હતો કે તમે તમારું કામ કરો. રચના હિરપરાએ કહ્યું- કાલે તમારા મંત્રી આવ્યા હતા શું કરીને ગયા. પુછો મંત્રીને…અન્ય એક વ્યક્તિએ કહ્યું બેન હવે તું મુંગી રહે. ઓ બેન… આ દરમિયાન અન્ય એક વ્યક્તિ બોલી રહ્યો છે કે, તમે શું કર્યું એમ તો કહો… ત્યાર બાદ રચના હિરપરાએ કહ્યું- તમારા મંત્રીને પુછો. પુછો મંત્રીને…અન્ય એક વ્યક્તિ બોલે છે કોર્પોરેટર ક્યાં ગયા અમારા…રચના હિરપરાએ કહ્યું-દુર્ગા બેન અને મીનાબેનને બોલાવો…આ દરમિયાન એક વ્યક્તિ અપશબ્દો બોલીને કહે છે કે, ક્યાં ગયા હતા અત્યાર સુધી.

    Post Views: 288
    આપ-ભાજપ લડવામાં મસ્ત કોંગ્રેસના ઘોડાઓ પાણીમાં ચાલતા નથી પર્વત પાટિયા વિસ્તારમાં લોકો પાણીથી ત્રસ્ત
    Previous Articleમણિપુરમાં સરકાર બનાવવા માટેની ગતિવિધિ તેજ બની
    Next Article છાતીમાં દુખાવો ઉપડતા દર્દીને પાણીમાં સ્ટ્રેચર લઈ જઈ ૧૦૮ સુધી પહોંચાડ્યો

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.