Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, August 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » RTO ડ્રાઇવિંગ ટેસ્ટની હાલાકીથી અરજદારો ત્રાહિમામ, ૧૦ દિવસથી સર્વરના ધાંધિયા

    RTO ડ્રાઇવિંગ ટેસ્ટની હાલાકીથી અરજદારો ત્રાહિમામ, ૧૦ દિવસથી સર્વરના ધાંધિયા

    City Today DailyBy City Today DailyJune 30, 2025

    સુરત, તા.૩૦
    સુરત પ્રાદેશિક વાહન-વ્યવહાર કચેરી ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા આવતા અરજદારો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયાથી માંડીને ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પરની અવ્યવસ્થા સુધીની અનેક સમસ્યાઓથી લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. વારંવાર એપોઇન્ટમેન્ટ કેન્સલ થવી, કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા પછી પણ નિરાશા મળવી અને આરટીઓ તંત્ર દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળવા જેવી ફરિયાદો સામાન્ય બની ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત આરટીઓ ખાતે રોજ ૪૦૦થી વધુ ડ્રાઇવિંગ ટેસ્ટની એપોઇન્ટમેન્ટ આવતી હોય છે.
    છેલ્લા દસ દિવસથી અનેક અરજદારો લાયસન્સ મેળવવા માટે આરટીઓ ના ધક્કા ખાઈ રહ્યા છે. તેઓનો આક્ષેપ છે કે તેમને કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી. આરટીઓ ટેસ્ટ ટ્રેકની બહાર વાહનચાલકોની લાંબી કતારો જાેવા મળે છે. કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા પછી જ્યારે તેમનો નંબર આવે છે, ત્યારે કાં તો એપોઇન્ટમેન્ટ કેન્સલ થઈ જાય છે અથવા તો ટેસ્ટ ટ્રેક પરના કેમેરા બંધ થઈ જાય છે.
    વળી, સર્વર ડાઉન થવાની સમસ્યા પણ અરજદારો માટે માથાનો દુખાવો બની ગઈ છે. કલાકો સુધી રાહ જાેયા પછી પણ સર્વર ડાઉન થતાં ટેસ્ટ આપી શકતા નથી. આ ઉપરાંત, વરસાદના કારણે ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર પાણી ભરાઈ જવાના કિસ્સામાં પણ ટેસ્ટ અચાનક બંધ કરી દેવામાં આવે છે, જેના કારણે અરજદારોનો સમય અને મહેનત વેડફાય છે.આરટીઓ તંત્ર દ્વારા સ્માર્ટ ટેકનોલોજીના ઉપયોગની વાતો કરવામાં આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિ જાેતાં આ માત્ર કાગળ પરની વાતો જ હોય તેમ લાગી રહ્યું છે. અરજદારોની માંગ છે કે આરટીઓ તંત્ર આ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવે અને લાયસન્સ પ્રક્રિયાને સુવ્યવસ્થિત બનાવે જેથી લોકોને વારંવાર ધક્કા ખાવામાંથી મુક્તિ મળે. સુરત આરટીઓ ખાતે ગત અઠવાડિયા દરમિયાન સર્વર એકદમ જ બંધ હતું. જ્યારે આજથી પણ સર્વરના ધાંધિયા છે. રોજ સુરત આરટીઓ ખાતે ટુ-વ્હીલરની અઢીસો અને ફોર-વ્હીલની ૧૫૦ જેટલી એપોઇન્ટમેન્ટ આવતી હોય છે. છેલ્લા દસ દિવસથી આ સર્વર બંધ હોવાના કારણે ૪,૦૦૦ જેટલા અરજદારોને હેરાન થવાનો વારો આવ્યો છે.

    Post Views: 464
    ૧૦ દિવસથી સર્વરના ધાંધિયા RTO ડ્રાઇવિંગ ટેસ્ટની હાલાકીથી અરજદારો ત્રાહિમામ
    Previous Articleઉત્તરાખંડમાં આભ ફાટ્યું, હિમાચલમાં ૩૯ના મોત
    Next Article ૯૪૩ કરોડના ડબ્બા ટ્રેડિંગ-ઓનલાઇન ગેમિંગનો પર્દાફાશ, ૮ આરોપીની ધરપકડ, કન્સ્ટ્રક્શન ઓફિસની આડમાં ડબ્બા ટ્રેડિંગ-ઓનલાઇન ગેમિંગનો ખેલ

    Related Posts

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026
    Latest Posts

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.