Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ગરીબ અને મધ્યમ વર્ગને મળી શકે છે મોટી રાહત, ૧૨% GST સ્લેબ નાબૂદ થવાની શક્યતા

    ગરીબ અને મધ્યમ વર્ગને મળી શકે છે મોટી રાહત, ૧૨% GST સ્લેબ નાબૂદ થવાની શક્યતા

    City Today DailyBy City Today DailyJuly 2, 2025

    નવી દિલ્હી, તા.૨
    કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જીએસટીમાં મોટી રાહત આપી શકે છે. સરકાર ટેક્સમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે. મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી આવી વસ્તુઓ પર રાહત આપી શકશે. હાલમાં તેમના પર ૧૨% જીએસટી વસૂલવામાં આવે છે.
    સરકાર ૧૨% જીએસટી યાદીમાં મોટાભાગની વસ્તુઓને ૫% સ્લેબમાં મૂકવા અથવા ૧૨% સ્લેબને જ સમાપ્ત કરવાનું વિચારી રહી છે. સામાન્ય લોકો દ્વારા રોજિંદા ઉપયોગમાં લેવાતી મોટાભાગની વસ્તુઓ આ શ્રેણીમાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જીએસટી કાઉન્સિલની આગામી બેઠકમાં આ અંગે ર્નિણય લઈ શકાય છે. આ બેઠક આ મહિને યોજાઈ શકે છે. બેઠક માટે ૧૫ દિવસની નોટિસ આપવાની રહેશે. જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દેશભરમાં એક કર પ્રણાલી તરીકે રજૂ કરવામાં આવ્યો હતો જેથી વિવિધ કરને એકસાથે જાેડી શકાય. પરંતુ હવે ૮ વર્ષ પછી, સરકાર બીજાે મોટો ફેરફાર કરવા જઈ રહી છે, જેનો સીધો ફાયદો સામાન્ય લોકોને થઈ શકે છે. સરકાર હવે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. ૧૨% ટેક્સ સ્લેબને દૂર કરવાની અને તેની હેઠળ આવતી ઘણી વસ્તુઓને ૫% ટેક્સ હેઠળ લાવવાની યોજના છે. આના કારણે, ચંપલ, મીઠાઈઓ, કેટલાક કપડાં અને ડેરી ઉત્પાદનો જેવી ઘણી વસ્તુઓ સસ્તી થઈ શકે છે. આ સાથે, કાર, તમાકુ, પાન મસાલા, ઠંડા પીણા વગેરે જેવી મોંઘી વસ્તુઓ પર વધારાના કર ને સીધા જીએસટી દરમાં સમાવવાની યોજના છે.
    આ ફેરફાર સાથે, રોજિંદા વસ્તુઓ સસ્તી થઈ શકે છે, ટેક્સ ચૂકવવાનું અને વર્ગીકરણ સરળ બનશે. સરકાર અને રાજ્યોને કરનો વધુ હિસ્સો મળશે, ઉદ્યોગપતિઓ માટે જટિલતા ઓછી થશે. આ ઉપરાંત, લોકોને કિંમતોમાં પારદર્શિતા જાેવા મળશે. જાે બધા રાજ્યો સંમત થાય, તો આગામી મહિનાઓમાં દેશભરમાં ઘણી વસ્તુઓ સસ્તી થઈ શકે છે.

    Post Views: 559
    ૧૨% GST સ્લેબ નાબૂદ થવાની શક્યતા ગરીબ અને મધ્યમ વર્ગને મળી શકે છે મોટી રાહત
    Previous Articleકૂતરું પાળી શકશો કે નહીં એ તમારા પાડોશી નક્કી કરશે, ડોગ લાઇસન્સ માટે ચેરમેન અને પાડોશીના બાંયધરીપત્ર ફરજિયાત
    Next Article ૭૦ % મુસ્લિમ વસ્તી ધરાવતા કઝાકિસ્તાનમાં બુરખા પર પ્રતિબંધ,મહિલાઓ નહીં પહેરી શકે હિજાબ

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.