કઝાકિસ્તાન, તા.૨
મહિલાઓ હવે જાહેર સ્થળોએ નકાબ કે ચહેરો સંપૂર્ણપણે ઢાંકતા કપડાં પહેરી શકશે નહીં. રાષ્ટ્રપતિ કાસિમ-જાેમાર્ટ ટોકાયેવે સોમવારે આ નવા કાયદા પર હસ્તાક્ષર કર્યા. આ કાયદો તમામ નાગરિકોને જાહેર સ્થળોએ ચહેરો ઢાંકવા પર પ્રતિબંધ મૂકે છે. આ ર્નિણયની ખાસ વાત એ છે કે કઝાકિસ્તાનની ૭૦ ટકા વસ્તી મુસ્લિમ છે અને ઇસ્લામમાં મહિલાઓ માટે હિજાબ કે નકાબ પહેરવાની પરંપરા છે. જાેકે, સરકારે તેના કાયદામાં કોઈ ધર્મ કે ધાર્મિક પોશાકનો સીધો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ તેમ છતાં, એવું માનવામાં આવે છે કે આ નિયમ ખાસ કરીને ધાર્મિક પોશાકને અસર કરી શકે છે. આ કાયદામાં કેટલીક છૂટ પણ આપવામાં આવી છે. ઉદાહરણ તરીકે, જાે કોઈ બીમાર હોય, હવામાન ખૂબ ખરાબ હોય, રમતગમત કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય, તો આવા કિસ્સાઓમાં ચહેરો ઢાંકવાની મંજૂરી આપવામાં આવશે.
કઝાકિસ્તાન પહેલા, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાન જેવા કેટલાક અન્ય દેશોએ પણ નકાબ અથવા બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. હવે કઝાકિસ્તાને પણ તે દેશોના રસ્તે ચાલ્યું છે. સરકારના આ ર્નિણય પર ત્યાંના ધાર્મિક સંગઠનો તરફથી પ્રતિક્રિયા આવવાની શક્યતા છે. કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિ ટોકાયેવે ચહેરો ઢાંકવા અંગેના નવા કાયદાને દેશની પરંપરાગત ઓળખને પ્રોત્સાહન આપતો ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે ચહેરો ઢાંકતા કપડાંને બદલે, લોકોએ દેશના પરંપરાગત કપડાં પહેરવા જાેઈએ, જે આપણી સંસ્કૃતિને સારી રીતે દર્શાવે છે. તેમણે એમ પણ કહ્યું કે દેશની બિનસાંપ્રદાયિકતા જાળવી રાખવી મહત્વપૂર્ણ છે. અગાઉ, ૨૦૨૩ માં, સરકારે શાળાઓમાં હિજાબ અને નકાબ પહેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ઘણી છોકરીઓએ પણ આ ર્નિણયનો વિરોધ કર્યો હતો.
