Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ટ્રાફિકને લગતા કેસોમાં દંડ વકીલ મારફતે પણ ચૂકવી શકાશે, સુરત જિલ્લા વકીલ મંડળની રજુઆત ફળી

    ટ્રાફિકને લગતા કેસોમાં દંડ વકીલ મારફતે પણ ચૂકવી શકાશે, સુરત જિલ્લા વકીલ મંડળની રજુઆત ફળી

    City Today DailyBy City Today DailyJuly 7, 2025

    સુરત, તા.૭
    સુરત જિલ્લા વકીલ મંડળના હોદ્દેદારોની રજૂઆત બાદ પક્ષકારો વતી વકીલો ટ્રાફીકને લગતા કેસોમાં દંડની ચુકવણી કરી શકશે તેવી સુરત કોર્ટ તરફથી મંજૂરી મળી હતી.
    આગામી તા.૧૨ જુલાઈએ સુરત શહેરની અદાલતોમાં લોક અદાલત યોજાનાર છે. આ લોક અદાલતમાં ટ્રાફિકના ચલણો અને ટ્રાફિકના લગતા કેસો પણ આવે છે. લોક અદાલતમાં પક્ષકારોને જાતે હાજર રહી દંડની ચૂકવવાની થતી હોય છે. જાે કે આ વખતે વકીલ મંડળના પ્રમુખ બ્રિજેશ પટેલ, ઉપ પ્રમુખ રાકેશ ચૌહાણ, સેક્રેટરી ચંદ્રેશ પીપલીયા, જોઈન્ટ સેક્રેટરી સાત્વીક પટેલ સહિતના વકીલોએ નવ નિયુક્ત મુખ્ય ન્યાયાધીશ આર. કે. ત્રિવેદીને રૂબરૂ મુલાકાત કરી રજૂઆત કરી હતી કે પક્ષકારો વતી વકીલ હાજર રહી ટ્રાફિકને લગતા કેસોમાં દંડ ભરી શકે તેવી વિનંતી કરી હતી. જેથી કોર્ટ તરફથી પક્ષકારો વતી વકીલ હાજર રહી દંડ ભરી શકશે તેવી મંજુરી આપવામાં આવી હતી.
    લોક અદાલતની તારીખ પહેલા કે લોક અદાલતના દિવસે જે પણ કોઈ પક્ષકારોના ટ્રાફિકના ચલણો કે ટ્રાફિકને લગતા કેસો કોર્ટ સમક્ષ પેન્ડીંગ હશે , તો તેવા કેસોમાં પક્ષકારોની હાજરી અનિવાર્ય રાખી, પક્ષકારો વતી તેમના વકીલો કોર્ટ સમક્ષ હાજર થઈ ઉપરોક્ત કેસોની કાર્યવાહીઓ તેમજ પક્ષકારો વતી ટ્રાફિકના ચલણો કે ટ્રાફિકને લગતા કેસોમાં દંડની ચૂકવણી કરી શકશે. તદુપરાંત પક્ષકારો વતી કેસનો નિકાલ પણ કી શકશે. વધુમાં લોક અદાલત બાદ પણ ટ્રાફિકનો દંડ ભરવા પક્ષકારો વતી એડવોકેટો દંડની રકમની ચૂકવણી કરશે.

    Post Views: 371
    ટ્રાફિકને લગતા કેસોમાં દંડ વકીલ મારફતે પણ ચૂકવી શકાશે સુરત જિલ્લા વકીલ મંડળની રજુઆત ફળી
    Previous Articleઊંચા વળતરની લાલચ આપી લોકોને ખંખેરતી સાયબર ગેંગનો પર્દાફાશ, ૨૩૫ કરોડનાં ટ્રાન્ઝેકશન મળ્યાં, દુબઈથી નેટવર્ક ચાલતું
    Next Article ચોમાસાના પ્રારંભે જ રોગચાળો વકર્યો, ૧૨ દિવસમાં ઝાડા-ઊલટી અને તાવથી ૧૦નાં મોત

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.