બુલંદશહેર, તા.૧૨
ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાં, સ્મશાનમાં એક પરિણીત મહિલા સાથે ભાજપ નેતા રંગરેલિયા મનાવતા પકડાયા હતા. આ મામલો શિકારપુર કોતવાલી વિસ્તારના કૈલાવન ગામના સ્મશાનગૃહનો છે. સ્મશાનગૃહમાં કાર પાર્ક કર્યા પછી ભાજપ નેતા રાહુલ એક પરિણીત મહિલા સાથે કારમાં અર્ધનગ્ન હાલતમાં જાેવા મળ્યા હતા. ત્યારબાદ કેટલાક લોકો ત્યાં પહોંચ્યા અને તેમને રંગે હાથે પકડી લીધા હતા. મળતી માહિતી મુજબ, સ્થાનિક લોકોએ સ્મશાનગૃહમાં એક શંકાસ્પદ કાર પાર્ક કરેલી જાેઈ હતી, તેથી તેમને શંકા ગઈ હતી. સ્થાનિક લોકો કાર નજીક પહોંચતા જ તેમણે રાહુલને અર્ધ નગ્ન અવસ્થામાં જાેયો હતો. લોકોને શંકા ગઈ અને રાહુલને કારનો દરવાજાે ખોલવા કહ્યું હતું. આ ઘટના સાથે જાેડાયેલો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં રાહુલ બાલ્મીકી લોકોના પગ પકડીને પકડાયા બાદ માફી માંગતો જાેવા મળ્યો હતો. જ્યારે તેની સાથે હાજર મહિલા દુપટ્ટાથી પોતાનો ચહેરો છુપાવતી જાેવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ રાહુલ બાલ્મીકી ફરાર હોવાનું કહેવાય છે.
