Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, September 14
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો, ગુજરાતીઓ રાહુલ ગાંધીના ભાષણની મજા લેશે : દિલીપ સંઘાણી

    રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો, ગુજરાતીઓ રાહુલ ગાંધીના ભાષણની મજા લેશે : દિલીપ સંઘાણી

    City Today DailyBy City Today DailyJuly 24, 2025

    સુરત, તા.૨૪
    સુરતમાં સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવેલા ઈફ્કોના ચેરમેન અને સહકારી આગેવાન દિલીપ સંઘાણીએ વર્તમાન રાજકીય અને સહકારી બાબતો પર પ્રતિક્રિયા આપી હતી. રાહુલ ગાંધીની આગામી ગુજરાતની મુલાકાતને લઈ કહ્યું કે, રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો થશે. ગુજરાતીઓ તેના ભાષણની મજા લેશે. સાબરડેરી અને પશુપાલકો વચ્ચે ચાલતા વિવાદ મુદ્દે કહ્યું હતું કે, પશુપાલકોની માગ વાજબી છે. પરંતુ, તેઓ દ્વારા જે દૂધ રસ્તા પર ઢોળી દેવામાં આવે છે તે યોગ્ય નથી.ડેરીઓ દ્વારા અન્ય રાજ્યમાંથી જે દૂધ મંગાવી પાવડર કરવામાં આવે છે અને તે પાવડર પડ્યો રહે છે તેના કારણે જે મુશ્કેલી સર્જાય છે તે બાબતે સરકારે યોગ્ય તપાસ કરવાની પણ માગ કરી છે. સંઘાણીએ રાજ ઠાકરએ સરદાર પટેલ પર કરેલા નિવેદન, કેજરીવાલની ગુજરાત મુલાકાત અંગે પણ પ્રતિક્રિયા આપી હતી.
    દિલીપ સંઘાણીએ તાજેતરમાં કોંગ્રેસ દ્વારા પ્રદેશ અધ્યક્ષની કરેલી જાહેરાત તેમજ રાહુલ ગાંધીના આગામી ગુજરાત પ્રવાસે લઈને ટિપ્પણી કરતા કહ્યું કે રાહુલ ગાંધી જેટલી વખત ગુજરાતની મુલાકાત લેશે એટલો જ ભારતીય જનતા પાર્ટીને લાભ થશે કારણકે તેઓ રાજકીય ઇતિહાસની ખબર નથી સામાજિક તાણાવાળાની ખબર નથી. ક્યારે ક્યાં શું બોલવું તે તેમના સલાહકાર જે લખીને આપે તે બોલે છે. લોકોની સુરક્ષા અને સલામતી કેવી રીતે આવશે તે અંગેની તેમને સમજ નથી. ગુજરાતીઓ તેમના ભાષણ ની મજા લેશે અને તેઓ ગુજરાતમાં આવશે તો ફરીથી ગુજરાતની પ્રજામાં ચાલે છે. રાહુલ ગાંધીએ અમિત ચાવડા ની પસંદગી કરે છે તે બાબતે હું એટલું જ કહેવા માગું છું કે તેમણે જંગના ઘોડા અને પસંદગી કરી છે કે લંગડા ઘોડાની પસંદગી કરી છે એનો જવાબ તો તેઓ જ આપી શકે. રાજ ઠાકરેના સરદાર પટેલ અને લઈને આપેલા નિવેદનને લઈને ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ મહત્વનું નિવેદન આપ્યું છે. સરદાર પટેલ અનેક રજવાડાઓને એક કરીને ભારત બનાવ્યું છે. હૈદ્રાબાદ અને જૂનાગઢને ભારતમાં જાેડવા એ સરદાર પટેલની કુનેહનું પરિણામ હતું. એકમાત્ર કાશ્મીરને નેહરુએ જાેડવાનો પ્રયાસ કર્યો હતો.સરદાર પટેલ રાષ્ટ્ર પ્રેમી હતા. સરદાર પટેલે જે નકશો બનાવ્યો છે તેમાં મુંબઈ, કલકત્તા, હૈદરાબાદના નામનો ઉલ્લેખ થાય છે. સરદાર પટેલે સર્વસ્વ રાષ્ટ્રની અર્પિત કર્યો હતો તેમના દીકરી નાયબ વડાપ્રધાનના દીકરી હોવા છતા સાદગીભર્યું જીવન જીવ્યા છે. આ બધી વાતોને દેશના યુવાનો સમક્ષ મૂકવી જાેઈએ. જેને બદલે અત્યારે જે સરદાર પટેલ ને લઈને નિવેદનો આપવામાં આવી રહ્યા છે તે તેમની સંકુચિત માનસિકતા લોકો સમક્ષ મૂકી રહ્યા છે. આ પ્રકારના જાહેર જીવનમાં રહેતા વ્યક્તિઓ જ્યારે નિવેદન કરે છે ત્યારે તે ધિક્કારને પાત્ર છે.
    કેજરીવાલના ગુજરાતના પ્રવાસને લઈને પોતાનું નિવેદન આપ્યું કે કેજરીવાલએ દિલ્હીમાં દારૂના છૂટથી વેચાણ માટે જે નીતિ જાહેર કરી તેને કારણે ત્યાંની પ્રજાએ તેમને કઈ સ્થિતિમાં મૂકી છે તે આપણે સૌ જાણીએ છીએ. ગુજરાત મહાત્મા ગાંધીનું છે. પંજાબમાં જે રીતે ડ્રગ્સનું વેચાણ થાય છે.
    એમાં આમ આદમી પાર્ટીની શું ભૂમિકા છે એ સૌ કોઈ જાણે છે. આવી માનસિકતાના કારણે ગુજરાતમાં કેજરીવાલ આવે કે ભગવત માનવે તેમને ક્યારેય પણ રાજકીય રીતે ગુજરાતની પ્રજાનું સમર્થન મળવાનું નથી. કેજરીવાલ આવે તો તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લઈને સરદાર પટેલ સાહેબના દર્શન કરવા જાેઈએ સોમનાથના દર્શન કરવા જાેઈએ ગીર સોમનાથ હાલ સોળે કલાએ ખીલી ગયું છે ત્યાં જઈ સિંહ જાેવા જાેઈએ. મતનો સમર્થન ગુજરાતમાં તેમને મળે તેવી શક્યતા ઓછી છે.

    Post Views: 448
    ગુજરાતીઓ રાહુલ ગાંધીના ભાષણની મજા લેશે : દિલીપ સંઘાણી રાહુલ ગાંધી જેટલીવાર ગુજરાત આવશે એટલો ભાજપને ફાયદો
    Previous Articleદુબઈથી સુરત સોનાની દાણચોરી, દંપતીનાં અંડરગાર્મેન્ટ્સ, હેન્ડબેગ ને ફૂટવેરમાંથી ૨૫ કરોડનું સોનું નીકળ્યું, દુબઇથી ૨૪ કિલો સોનું લઈ સુરત પહોંચ્યાં
    Next Article ચૂંટણી પંચ બચી જશે તેવા ભ્રમમાં ન રહે, મારી પાસે પાક્કા પૂરાવા છે, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.