Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 24
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » બે વર્ષની માસૂમ પીંખાતા બચી, ગાર્ડનમાં રમતી બાળકીને મનોવિકૃત શેડમાં ખેંચી ગયો, કુકર્મ કરે એ પહેલાં જ માતા પહોંચી ગઇ

    બે વર્ષની માસૂમ પીંખાતા બચી, ગાર્ડનમાં રમતી બાળકીને મનોવિકૃત શેડમાં ખેંચી ગયો, કુકર્મ કરે એ પહેલાં જ માતા પહોંચી ગઇ

    City Today DailyBy City Today DailyJanuary 22, 2025

    સુરત, તા.૨૨
    સુરતમાં લિંબાયતના એક ગાર્ડનમાં ચાર વર્ષના મોટા ભાઈ સાથે રમી રહેલી બે વર્ષીય બાળકીને ૨૧ વર્ષીય મનોવિકૃત યુવાન યૌનશોષણના ઇરાદે ઢસડીને શેડમાં લઇ ગયો હતો. બાળકી દુષ્કર્મનો ભોગ બને એ પહેલાં જ ત્યાં માતા પહોંચી જતાં બાળકી ઊગરી ગઇ હતી. જાેકે ટોળાએ આ મનોવિકૃતને માર મારી અધમૂઓ કરી નાખ્યો હતો. હાલ લિંબાયત પોલીસે છેડતીનો ગુનો દાખલ કરીને આરોપી યુવકની ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી મારા લગ્ન કરાવી દો સહિતનું રટણ કર્યા કરતો આ યુવક વિકૃતિની હદ પાર કરી ગયો હતો.
    મળતી માહિતી પ્રમાણે, લિંબાયત વિસ્તારમાં રહેતી ૨૩ વર્ષીય યુવતી તેના ચાર વર્ષના પુત્ર અને બે વર્ષની પુત્રી સાથે આજે સવારે રાબેતા મુજબ જેઠના કારખાનામાં નોકરીએ ગઇ હતી. બંને બાળકો તથા જેઠના આઠ વર્ષીય પુત્ર કારખાના સામે આવેલા ગાર્ડનમાં રમી રહ્યાં હતાં. અગિયાર વાગ્યાના અરસામાં યુવતી બાળકોને લેવા માટે ગાર્ડનમાં લેવા પહોંચી ત્યારે ચાર વર્ષીય પુત્ર સામે જ મળ્યો હતો અને બહેનને એક યુવક ખેંચીને પતરાવાળી રૂમમાં લઇ ગયાનું જણાવતાં માતા ત્યાં દોડી ગઇ હતી. રૂમનું દૃશ્ય વિચલિત કરનારું હતું. આ યુવક અર્ધનગ્ન જેવી અવસ્થામાં હતો અને દુષ્કર્મ કરવાના ઇરાદે બાળકીને પણ આ શખસે બેન્ચ પર સૂવડાવી દીકરીનાં કપડાં અડધાં કાઢી નાખ્યાં હતાં. સદભાગ્યે સમયસર પહોંચી ગયેલી માતાને કારણે બાળકી પીંખાતી બચી ગઈ હતી.
    માતાએ હિંમત દાખવી આ યુવકને પકડી લેવાની સાથે બૂમાબૂમ કરતાં ટોળું ભેગું કર્યું હતું. જ્યારે યુવકની હરકત જાણીને ઉશ્કેરાયેલા ટોળાએ તેની ધોલાઈ કરી નાખી હતી. દરમિયાન લિંબાયત પોલીસ પણ ત્યાં પહોંચી ગઇ હતી અને બાળકી તથા આરોપી પીકેશ ભીખુ રાઠોડ (ઉં.વ. ૨૧)ને લઈ આવી હતી. પોલીસે માતાની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ અપહરણ, છેડતી અને પોક્સોની કલમ અંતર્ગત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    મનોવિકૃત યુવક ગાર્ડનની નજીકના વિસ્તારમાં જ રહે છે. હવસની આગમાં શેકાતા યુવકે પહેલા બાળકીના ચાર વર્ષના મોટા ભાઇને પોતાની સાથે લઇ જવાની કોશિશ કરી હતી, પરંતુ તે નહિ આવતાં તેની નાની બહેનને પકડી લીધી હતી અને બગીચામાં જ આવેલા શેડમાં લઇ ગયો હતો. જાેકે બાળક માતાને બોલાવવા દોડ્યું હતું અને સામેથી જ માતા આવતી દેખાતાં બાળકી ઊગરી ગઇ હતી.
    પોલીસ-ઇન્સ્પેક્ટર વી.એ. જાેગરાણાએ જણાવ્યું હતું કે આરોપીનાં માતા-પિતા પોલીસ મથકે દોડી આવ્યાં હતાં અને તેની માનસિક સ્થિતિ સારી નહિ હોવાનું જણાવતાં હતાં. જાેકે તે વારંવાર લગ્ન કરાવી આપો એમ કહી તેમની સાથે ઝઘડો કરતો હોવાનું જણાવતો હતો. યુવાનીમાં પ્રવેશેલા આ યુવક સેક્સ મેનિયાક છે કે કેમ એને લઇને પણ તપાસ હાથ ધરવામાં આવશે. જ્યારે વી.એ.જાડેજા (એસીપી સુરત પોલીસ)એ જણાવ્યું હતું કે આ બાળકીનું અપહરણ કરીને લઈ ગયા બાદ તેની સાથે છેડતી કરવામાં આવી હતી અને ત્યાર બાદ આ પકડાઈ જતાં તેને માર પણ મારવામાં આવ્યો હતો. યુવક વિરુદ્ધ છેડતીનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે જ આ યુવકને માર મારનાર વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ લિંબાયત પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

    Post Views: 1,122
    ગાર્ડનમાં રમતી બાળકીને મનોવિકૃત શેડમાં ખેંચી ગયો બે વર્ષની માસૂમ પીંખાતા બચી
    Previous Articleદક્ષિણ કેલિફોર્નિયામાં વેગીલા પવનોથી જંગલોમાં નવેસરથી આગ ફાટી નિકળી
    Next Article જંત્રીના ભાવ ઘટાડવા મુદ્દે ૬૧% જેટલી અરજીઓ મળી, વાંધા સૂચનો પર ચર્ચા પછી ર્નિણય : રાજ્ય સરકાર

    Related Posts

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026
    Latest Posts

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.