કુમારે કહ્યું હતું કે દેશના વિવિધ રાજ્યોમાં આવેલાં મંદિરો ઉપર છેલ્લા ૨૦૮ વર્ષાેથી સરકારોનો અંકુશ રહેવા પામ્યો છે
મહાકુંભનગર, તા.૧૦
વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)ના આંતરરાષ્ટ્રીય પ્રમુખ આલોક કુમારે તમામ ધર્માેને મળતા દાનને સ્પર્શતી તમામ બાબતો માટે એકસમાન કાયદો લાવવા રવિવારે કેન્દ્ર સરકારને અનુરોધ કર્યાે હતો.
વિશ્વ હિંદુ પરિષદની અહીં યોજાયેલી ત્રણ દિવસની બેઠકના સમાપન બાદ પત્રકારોને સંબોધતા કુમારે જુદા જુદા ધર્માેના દાન માટે હાલ પ્રવર્તતા કાયદા પ્રત્યે આશંકા વ્યક્ત કરી હતી. જ્યારે મુસ્લિમો પોતાના અલ્લાહને જમીનનું દાન કરે છે ત્યારે તે જમીન વક્ફ બોર્ડની માલિકીની બની જાય છે, પરંતુ જ્યારે હિંદુ કોઇ જમીન મંદિરને દાનમાં આપી દે, ક્રિશ્ચિયન કોઇ જમીન ચર્ચને આપી દે અથવા શીખ કોઇ જમીન ગુરૂદ્વારાને આપી દે ત્યારે શું સમજવું?
શા માટે ધાર્મિક દાન માટે અલગ અલગ કાયદા હોવા જાેઇએ? એમ કુમારે વક્ફ એક્ટ-૧૯૫૪નો સંદર્ભ ટાંકતા પ્રશ્ન કર્યાે હતો. તે સાથે તેમણે દાવો કર્યાે હતો કે જ્યારે કાયદો ઘડાયો ત્યારે મુસ્લિમો માટે અલગ કાયદો ઘડવા બદલ રાજ્યસભાના કોંગ્રેસના બે સાંસદોએ તત્કાલિન કાનૂન મંત્રીની દાનત પ્રત્યે શંકા વ્યક્ત કરી હતી. તે સમયે કાનૂન મંત્રીએ કહ્યું હતું કે તે તમામ ધર્માે માટે એકસમાન કાયદો લાવવાનું વિચારી રહ્યા છે.હવે આ પ્રકારના કાયદાનો અમલ શરૂ કરવા કેન્દ્ર સરકાર માટે સમય પાકી ગયો છે એમ કુમારે કહ્યું હતું. કાશી અને મથુરાના મંદિરો ઉપર પુનઃ કબ્જાે મેળવી લેવાના મુદ્દે પૂછાયેલાં પ્રશ્નના જવાબમાં આલોક કુમારે કહ્યું હતું કે અમે હિંદુ સમાજને ખાતરી આપી છે કે આ મંદિરો ઉપર પુનઃ કબ્જાે મેળવી લેવા તમાં બંધારણીય પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ મિટિંગમાં સરકારના અંકુશમાંથી મંદિરોને મુક્ત કરાવવાના મુદ્દાની પણ ચર્ચા થઇ હતી.
કુમારે કહ્યું હતું કે દેશના વિવિધ રાજ્યોમાં આવેલાં મંદિરો ઉપર છેલ્લા ૨૦૮ વર્ષાેથી સરકારોનો અંકુશ રહેવા પામ્યો છે, અને તેમાં કણ મંદિરની આવકમાંથી ૧૨ ટકા રકમ વહિવટી ખર્ચ પેટે સરકારી તિજાેરીમાં જમા કરાવવાનો કાયદો અમલમાં મૂકાયો છે.
