(સિટી ટુડે) સુરત,તા.૧૮
મસ્જીદ કફલેથા વકફ રજી.નં.બી-૪૫૯/સુરતમાં ગેરવહીવટ કરનાર સરફરાઝ અહમદ શબ્બીર અહમદ પંચાતી તથા દાઉદ સુલેમાન પટેલ ને ગુજરાત રાજય વકફ બોર્ડએ જવાબદાર ઠેરવી તા.૨૪/૧૦/૨૦૨૪ ના ઠરાવ નં.૧૭(યુ) મુજબ તા.૧૩/૧૧/૨૦૨૪ ના રોજ કારોબારી અધિકારી ની નિમણુંક કરેલ જે નિમણુંક ની સામે અરજદાર સરફરાઝ અહમદ શબ્બીર અહમદ પંચાતી વકફ ટ્રિબ્યુનલ કોર્ટમાં વકફ અપીલ નં.૧૧/૨૦૨૪ થી અપીલ દાખલ કરેલ જે અપીલના કામે સામાવળા નં.ર તરફે સુરત ના જાણીતા વકફના એડવોકેટ સુફીયાન જી.દારોગા હાજર રહી દલીલો કરેલ જે દલીલો ને ધ્યાને લઈ વકફ ટ્રિબ્યુનલે અરજદારની અપીલ ના મંજુર કરી અપીલ દાખલા રૂપી ખર્ચ રૂ.૨૦,૦૦૦/-જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ ગાંધીનગર ખાતે દિન-૭માં જમા કરાવવા, સામાવાળા ને અપીલ નો ખર્ચ ચુકવવા, અરજદાર વિરૂધ્ધ હકુમત ધરાવતા પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક ફરીયાદ નોંધાવવા, અરજદારે કરેલ ઉચાપત ના નાણાં રેવન્યુ રાહે વસુલ મેળવવા તેમજ ગુ.રા.વ.બોર્ડનો તા.૨૪/૧૦/૨૦૨૪ ના ઠરાવ નં.૧૭(યુ) મુજબ તા.૧૩/૧૧/૨૦૨૪ નો હુકમ કાયદેસર હોઈ કાયમ રાખવાનો હુકમ કરેલ છે.
