અમદાવાદ, તા.01
આ વિસ્ફોટ ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૮ના રોજ માલેગાંવમાં થયો હતો જેમાં ૬ લોકોના મોત અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતl માલેગાંવ બોમ્બ વિસ્ફોટ કેસમાં ચુકાદો નિરાશાજનક છે. કોર્ટે કહ્યું છે કે ફરિયાદ પક્ષ આરોપીઓનો દોષ શંકાની બહાર સાબિત કરી શક્યો નથી. કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપ્યો છે. આતંકવાદીઓ સામે લડતા હેમંત કરકરે સહિત શહિદ અને ઘાયલ થયેલ નમાજીઓ પણ ન્યાય ના હકદાર છે
એ ખૂબ જ ચિંતાજનક છે કે ફરિયાદ પક્ષ આરોપો સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયો. માલેગાંવ વિસ્ફોટમાં જીવ ગુમાવનારા અને લગભગ 100 લોકો ઘાયલ થયેલા નમાઝીઓને ન્યાય મળવો જોઈએ. આ હુમલા પાછળના માસ્ટરમાઇન્ડ્સને જવાબદાર ઠેરવવા જોઈએ.
આ વિસ્ફોટના પીડિતો હજુ પણ સરકાર તરફ ન્યાય માટે જોઈ રહ્યા છે. પીડિતોને ન્યાય મળે તે માટે, આતંકવાદ પ્રત્યે કડક વલણ અપનાવવાનો દાવો કરતી સરકારે તાત્કાલિક આ ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવી જોઈએ.