એક માત્ર કોગ્રેસ પક્ષ જ સર્વ ધર્મ અને જાતિના ભેદભાવ વિના બિનસાપ્રદાયિક, સામાજિક ન્યાય અને સર્વ સમાજને સમાન તક આપવાની વિચાર શૈલી દ્વારા દેશની રાજનિતીમાં વિશિષ્ટ આગવું સ્થાન ધરાવે છે
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નવા નિમાયેલા પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા આજ રોજ અમદાવાદ એરપોર્ટ ખાતે આવતા જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય શ્રી ગ્યાસુદ્દીન શેખે ફૂલહાર અર્પણ કરી શાલ ઓઢાઢી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
શ્રી અમિતભાઈ ચાવડાના નેતૃત્વમાં ગુજરાતની આવનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ તેમજ ૨૦૨૭ માં થનાર વિધાનસભાની ચૂટણીમાં જવલંત સફળતા મળે તેવી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
શ્રી રાહુલ ગાંધીજીએ તેમના ગુજરાત પ્રવાસ દરમ્યાન જાહેર મંચ પરથી આહવાન કરતા જણાવ્યુ હતુ કે ગુજરાતમાં લગ્નના ઘોડા સહિત રેસના ઘોડા અને લંગડા ઘોડાઓ કે ભાજપના સ્લીપર સેલ તરીકે કામ કરતા તેઓને દરકિનાર છેલ્લા ૩૦ વરસથી કોઈપણ સત્તા કે પદની લાલસા વિના કોગ્રેસ પક્ષની વફાદારી કરતા રેસના ઘોડાઓને પ્રાધાન્ય આપવાનું વચન શ્રી રાહુલ ગાંધીએ પાળી બતાવ્યુ છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે રેસના સશક્ત થોડા સમાન શ્રી અમિતભાઈ ચાવડા ની નિમણુંક કરવા બદલ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા આદરણીય રાહુલ ગાંધીજીનો આભાર વ્યક્ત કરતા શ્રી ખેડાવાલા અને શ્રી શેખે જણાવ્યુ છે કે શ્રી રાહુલ ગાંધીએ લોકસભામાં ૨૦૨૭ માં ગુજરાતમાં ચૂંટણીઓ જીતવા માટે જે આહવાન કર્યું છે તેને ગુજરાત કોગ્રેસ ના લાખો કાર્યકર્તાઓ અથાગ મહેનત અને પરિશ્રમથી પરિપૂર્ણ કરશે.
શ્રી રાહુલ ગાંધીજીને ગુજરાતની ૬.૫ કરોડ જનતા ઉપર વિશ્વાસ મૂકતાં જણાવ્યું હતું કે જો કોગ્રેસ પક્ષ સ્વચ્છ ચહેરાઓને નેતૃત્વ સોપી નવા ક્લેવર સાથે જનતાના પ્રાણ પ્રશ્નોને વાચા આપશે તો ૩૦ વરસથી ભાજપાના વર્તમાન સૌથી ભ્રષ્ટ અને નિષ્ફળ સરકારથી ત્રાહિમામ પોકારી ગયેલ ગરવી ગુજરાતની જનતા કોગ્રેસ પક્ષમાં વિશ્વાસ મુકી આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ તેમજ ૨૦૨૭ માં થનાર વિધાનસભાની ચૂટણીમાં જરૂરથી જવલંત સફળતા અપાવશે. શ્રી રાહુલ ગાંધીજી દ્વારા સૃજન સંગઠન અભિયાન હેઠળ એઆઈસીસી ઓબ્ઝર્વર દ્વારા સર્વે કરી ગુજરાતના ૪૧ જિલ્લા – શહેર માટે સક્ષમ પ્રમુખોની નિમણુંક કરી જિલ્લા-તાલુકા કક્ષાએ સંગઠનને સક્ષમ બનાવવા અને પક્ષના નિર્ણયોમાં તેમની ભાગીદારી સુનિશ્ચિત કરવા અભિયાન શરુ કર્યું છે તેનાથી ગુજરાતના લાખો કાર્યકર્તાઓને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ ક્રાંતિકારી પગલાથી ગુજરાતમાં કોંગ્રેસ પક્ષ કાર્યક્ષમ બનીને ગુજરાતની જનતાના પ્રાણપ્રશ્નોને વાચા આપી નિઃસંદેહ શક્તિશાળી બની પુનઃ ઊભરી આવશે.