(સિટી ટુડે)<live>
પોલીસે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી સ્થાનિક નેતાઓ અને સામાજિક કાર્યકરો પણ લોકોને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે ખાતરી આપી કે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
લાલગેટ વિસ્તારમાં આવેલ ગણેશ પંડાલ પર પથ્થર મારતા બબાલ શરૂ થઈ હતી. ત્યારબાદ મોટી સંખ્યામાં લોકો પોલીસ ચોકી પર એકઠા થયા હતા. છેલ્લે મળતી માહિતી પ્રમાણે પોલીસ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ ઘટનામાં મોટો હોબાળો થયા બાદ ધારાસભ્ય કાંતિ બલ્લર ઘટનાસ્થળે પહોંચ્યા છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. માહિતી એવી છે કે વાહનોમાં આગ લગાડવામાં આવી છે.ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટનાસ્થળે પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગણપતિ મંડપ પર પથ્થરમારો કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. પોલીસ આરોપી સામે યોગ્ય કાર્યવાહી કરશે. છેલ્લે મળતી માહિતી પ્રમાણે તોફાની તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા પોલીસે બાંહેધરી આપી છે. હાલ તમામ આગેવાનોને શાંતિની અપીલ કરવામાં આવી છે. પથ્થરમારો કરનાર તમામ અસામાજિક તત્વોને ઝડપી લેવામાં આવ્યા છે.