કેટલાક લોકો લોકશાહીને હાઇજેક કરવા માંગે છેઃ પિત્રોડા
રાહુલ ગાંધી પપ્પુ નથી, તેઓ ઊંડી વિચારસરણી ધરાવતા રણનીતિકાર છેઃ રાહુલ સર્વસમાવેશકતાના હિમાયતી
વોશિંગ્ટન,તા.૯
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અંગે ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાએ મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાના ટેકસાસમાં ભારતીય ઈમિગ્રન્ટ્સને સંબોધિત કરતી વખતે કહ્યું કે, રાહુલ ગાંધી પપ્પુ નથી, તેઓ ઊંડી વિચારસરણી ધરાવતા રણનીતિકાર છે. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી સર્વસમાવેશકતાના હિમાયતી છે.
સામ પિત્રોડાએ કહ્યું હતું કે, “રાહુલ ગાંધી પાસે એક વિઝન છે જે કરોડો રૂપિયા ખર્ચીને ભાજપ દ્વારા પ્રચારિત વિઝનથી બિલકુલ અલગ છે. રાહુલ ગાંધી પપ્પુ નથી. તે ઉચ્ચ શિક્ષિત, સારી રીતે ભણેલા, કોઈપણ વિષય પર ઊંડા વિચાર સાથે વ્યૂહરચનાકાર છે અને કેટલીકવાર તેમને સમજવું ખૂબ સરળ નથી.
ટેક્સાસમાં એક કાર્યક્રમને સંબોધતા સામ પિત્રોડાએ જણાવ્યું હતું કે, પચાસના દાયકાની શરૂઆતમાં શાળાએ જતી વખતે ગાંધીવિચાર આપણા શિક્ષણનો મુખ્ય ભાગ હતો. સમાવેશ અને વિવિધતા એ માત્ર શબ્દો જ નહોતા – તે એવા હતા જેના દ્વારા આપણે જીવતા હતા અને જ્યારે હું આપણા સમાજમાં પરિવર્તન જાેઉં છું જે મૂળભૂત માળખા પર હુમલો છે, ત્યારે મને તેની ચિંતા થાય છે. તો ચાલો આપણે સુનિશ્ચિત કરીએ કે આપણે જાતિ, ધર્મ, ભાષા કે રાજ્યને ધ્યાનમાં લીધા વિના આપણા લોકોનું સન્માન કરીએ. અમે બધા માટે સમાન તકો બનાવીએ છીએ, અમે કામદારોને સન્માન આપીએ છીએ અને આ એવા મુદ્દા છે જેની તરફેણ રાહુલ ગાંધી કરી રહ્યા છે અને તેનાથી મને ખૂબ આનંદ થાય છે.
સામ પિત્રોડાએ કહ્યું કે, રાહુલ ગાંધીનો એજન્ડા વિવિધતાની ઉજવણી કરવાનો છે. રાહુલ ગાંધીનો એક અલગ એજન્ડા છે જે તેના પર વધુ કેન્દ્રિત છે જેને આપણે લાંબા સમયથી સમજવાનો પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ યોગ્ય રીતે સમજી શક્યા નથી અને તે છે સમાવેશ, વિવિધતાની ઉજવણીપ. પિત્રોડાએ સમજાવ્યું કે લોકશાહી એટલી સરળ નથી અને તેને હળવાશથી લઈ શકાય નહીં. લોકશાહી માટે આપણા જેવા મોટી સંખ્યામાં લોકોના કામની જરૂર રહે છે. આપણે તેને હળવાશથી લઈ શકીએ નહીં કારણ કે એવા લોકો પણ છે જે લોકશાહીને હાઇજેક કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે