રક્ષકો જ ભક્ષકો બન્યાનો કિસ્સો મુસ્લિમ અગ્રણી ઈમ્તિયાઝ પઠાણ વડોદરા દોડી ગયા હોસ્પિટલના બિછાને પીડિતની મુલાકાત લીધી
આ ઘટનામાં જો સત્તાનો દુરુપયોગ કરાયો હશે તો ચમરબંધીની સાડી બાડી રાખ્યા વગર ઉચ્ચ કક્ષાએ દાખલારૂપી રજૂઆતો કરાશે : ઇમ્તિયાઝ પઠાણ
(સિટી ટુડે) વડોદરા,તા.૦૨
વડોદરામાં એ-વન ઈંડાની લારી ધરાવતો ફૈઝાન નામના મુસ્લિમ યુવકને પોલીસ દ્વારા રાત્રી ના સમયે લારી ખુલ્લી રાખવા મુદ્દે પોલીસ સાથે રક જક થયા બાદ પોલીસ દ્વારા પી.સી.આર માં રોડ ઉપર ઢસડી મારમારી ઇજા પહોંચાડ્યાના સમાચાર મળતા વડોદરા ટ્રાયકલર હોસ્પિટલ ખાતે રૂબરૂ જઈ મુસ્લિમ અગ્રણી ઈમ્તિયાઝ પઠાણ દ્વારા હોસ્પિટલના બિછાને પીડિત ની મુલાકાત લેવાઈ હતી આ યુવક હાલ આઈ.સી.યુમાં છે અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે તેને અતિ ગંભીર ઇજાઓ થવાનું ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું છે પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધી છે સામાં પક્ષે પોલીસ દ્વારા ફરજમાં રૂકાવટ સહિત કલમો હેઠળ યુવક સામે ફરિયાદ નોંધાવી છે આ કેસ બાબતે ઇમ્તિયાઝ પઠાણ ની આગેવાની માં પ્રતિનિધિ મંડળે વડોદરા સયાજીગંજ પોલીસ મથકે પી.આઇ. ને રૂબરૂ મળી વિગતો મેળવી હતી સાથે જે જગ્યા ઉપર બનાવ બન્યો ત્યાંની પણ મુલાકાત કરી હતી તેમજ ભોગ બનનારના પરિવારજનોને મળી ન્યાયમાટે નો વિશ્વાસ અપાવી સાથે હોવાનો અહેસાસ કરાવ્યો હતો તેમજ સમગ્ર મામલે સત્ય જાણી કોઈ દ્વારા સત્તા નો દુરુપયોગ કરાયો હશે ત્તો દાખલારૂપી કાયદાકીય લડત અપાશે તેવું મીડિયા ને સંબોધતા પ્રતિનિધિ મંડળ દ્વારા જણાવાયું હતું.
વડોદરા પોલીસની લુખ્ખી દાદાગીરી : ઇંડા વેચનાર ફૈઝાનને માર મારી અને વાનથી ધસડયો ત્યારબાદ પોલીસ સામે ફરીયાદ દાખલ કરી કલમ-૩૦૭ નહિં ઉમેરાતા મુજાહિદ નફીસ દ્વારા તપાસ કરવા માંગ કરાઇ
(સિટી ટુડે) વડોદરા,તા.૦૨
વડોદરાના સયાજી ગંજ પોલીસે તા ૧-૫-૨૪ ના રોજ મુસ્લિમ ઇંડા વેચનાર ફૈઝાનને પોલીસ વાનથી ધસડીને મારવાનો પ્રયાસ કરેલ છે, પીડિત ફૈઝાન રાતે ઇંડાની લારી બંદ કરીને ઘરે જતા હતા, ત્યારે પોલિસ વેન આવી અને ફૈઝાન ને ગાળો આપતા હતા, ગાળો આપવાના કારણ પૂછતાં પોલિસ પેટ્રોલીંગ વાનમાં આવેલ પોલીસ દ્વારા લાઠી દંડાઓ વડે માર મારવામાં આવ્યો ત્યારબાદ તેને પોલીસ વાનથી ખેંચીને આશરે ૪૦૦ મીટર સુધી ઢસડી જઈ ને ત્યાંથી નાસી ગયેલ. પીડિતને ગંભીર હાલતમાં એસએસજી હોસ્પિટલ ૧૦૮ મારફતે લઈ ગયા જ્યાં થી પોલિસ કર્મચારીઓના કહેવા થી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
જ્યાં તેઓની હાલત ખૂબજ ગંભીર છે. પોલીસે ફૈઝાન વિરુદ્ધ કલમ ૧૮૬,૩૨૩,૩૩૨,૨૯૪ (બી) હેઠળ કેસ દાખલ કર્યો છે. ફૈઝાનના ભાઈ વતી કલમ ૩૨૩, ૩૨૫, ૫૦૪, ૧૧૪ હેઠળ કેસ નોંધાવવામાં આવ્યો છે. ખુલ્લેઆમ હત્યાનો પ્રયાસ કરનાર પોલીસ પર કલમ ૩૦૭ લગાવવામાં આવી નથી. જાણી જાેઈને ને એવી સામાન્ય કલમો લગાવેલ છે કે જે જઘન્ય અપરાધ કરનાર આરોપીઓ ને કેસમાં સીધો લાભ આપે અને તેમની મુક્તિનો માર્ગ મોકળો કરે. પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી લુખ્ખી દાદાગીરી સામે તપાસ કરવા અને કાયદેસર પગલાં ભરવા મુજાહિદ નફીસ દ્વારા પત્ર લખી માંગ કરાઇ.