(સિટી ટુડે) ભરૂચ,તા.૦૨
ભરૂચ જિલ્લા માં લોકસભા બેઠક ઓર યોજાનાર આગામી ચૂંટણીના મતદાન ને લઈ રાજકીય નેતાઓ દ્વારા પ્રચાર અભિયાન જાેરશોર થી ચાલી રહ્યું છૅ, તે બધા વચ્ચે ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ પ્રચાર માં તો જઈ રહ્યા છૅ પરંતુ લોકો ના રોષ નો ભોગ બની રહ્યા હોવા ના વાયરલ વીડિયો સતત બે દિવસ થી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છૅ,
એક તરફ ગત રોજ અંકલેશ્વર ના બોઈદ્રા ગામ ખાતે ભાજપ ના આગેવાનો સાથે સ્થાનિકો એ શાબ્દિક ઘર્ષણ કરી તેઓની ગામ માંથી બાહર કાઢ્યા હતા તો બીજી તરફ આજ રોજ અંકલેશ્વર ના નવાપુન ગામ ખાતે ભાજપ ના કાર્યકરો અમે આગેવાનો સાથે થયેલ ટપલી દાવ ની બાબત ચર્ચાનું કેન્દ્ર બની હતી,
અંકલેશ્વર તાલુકા ના નવા પુન ગામ ખાતે પાર્ટી ના પ્રચાર અર્થે ગયેલ ભાજપ ના કાર્યકરો નો સ્થાનિક ગ્રામજનોએ ઉંઘડો લીધો હતો તો કેટલાક આગેવાનો સાથે તો ગામ ના લોકોએ ટપલી દાવ પર કરી લીધો હતો, ઘટનાની ગંભીરતા ને પારખી ગયેલા રાજકીય આગેવાનો ગામ છોડવા મજબુર બન્યા હતા,
ભરૂચ જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી માટે લોકો નો વધતો વિરોધી સુર ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવા ને સાત મી વખત આ બેઠક પર જીત હાસિલ કરવામાં નડી શકે છૅ તેવી ચર્ચાઓએ પણ વર્તમાન ભાજપ ની આ પ્રકારની સર્જાય રહેલી સ્થિતિ બાદ થી જાેર પકડ્યું છૅ,