(સિટી ટુડે) સુરત,તા.૦૩
સુરત શહેરના તત્કાલીન પોલીસ કમિશનર અજય કુમાર તોમર દ્વારા શહેરની માથાભારે ગેંગ સામે અંકુશ લાવવા ગુજ્સીટોક કાયદા હેઠળ ગેંગ ચલાવનાર તમામ સામે કાયદાનો શીંકજાે કસ્યો હતો. જેમાં સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવતી માથાભારે અશરફ નાગોરી ગેંગ પણ ગુજ્સીટોક હેઠળ જેલના સળીયા પાછળ ધકેલાતા તમામ આરોપીઓ હાલ જામીન પર છુટેલ હોવાનું જાણવા મળ્યું છે. પણ નાગોરી ગેંગના એક આરોપી અકરમ અમીન બકાલી હાલ પણ પોલીસ પકડથી દુર છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અકરમ અમીન બકાલી હાલ દુબઇમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. દુબઇમાં બેસી હવાલાનું રેકેટ ચલાવી રહ્યો હોય અને યુએસડીટીના કામ મારફતે શહેરના અડાજણ વિસ્તારમાં અનેક કૌભાંડીઓના સંપર્કમાં હોય તેવી ચર્ચા ચાલી રહી છે. નાગોરી ગેંગના નામે શહેરના અનેક લોકોને દમદાટી આપનાર અકરમ અમીન બકાલીએ પોતાના નામનું અલગથી સામ્રાજ્ય ઉભું કરવા બકાલી ગેંગ નામે પોતાની અલગ છાપ બનાવી દુબઇ બેસી અડાજણ વિસ્તારમાં સક્રિય કરી હોવાનું અને દુબઇથી યુએસડીટી અને હવાલાના નામે આર્થિક મદદ પહોંચાડતો હોય તો પણ નવાઇની વાત નહિં.
હાલ આ અકરમ અમીન બકાલી ગુજ્સીટોકના કાયદા હેઠળ હાજર થવા શહેરમાં બની બેઠેલા આકાઓ સાથે સેટીંગ કરી વલખાં મારી રહ્યો હોવાની વિગતો સપાટીએ આવી છે.
જાે કે, સુરત પોલીસ કમિશનર દ્વારા આ મામલામાં નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે તો અકરમ અમીન બકાલી સાથે કોણ કોણ હાલ જાેડાયેલું છે તે તમામ ઇસમોની વિગતો બે નકાબ થાય તેમ છે.