(સિટી ટુડે) અમદાવાદ, તા.૦૩
મતદાનના ચાર તબકકા પૂર્ણ થયા બાદ સટ્ટાબજાર અનુમાન લગાવી રહ્યું છેકે,છેલ્લી બે ટર્મથી ભાજપ ૨૬ બેઠકો જીતી રહી છે પણ આ વખતે અણસાર સારા નથી. અત્યારે જે ગુજરાતમાં ચિત્ર ઉપસ્યુ છે તે જાેતા ભાજપને આ વખતે બે ત્રણ બેઠક ગુમાવાનો વખત આવે તેવી સ્થિતિ છે. સત્તાબજાર માને છેકે,
પાંચ લાખના માર્જિનની જીત સાથે ભાજપ હેટ્રિક કરશે તેવી રાજકીય પંડિતોની આગાહી ખોટી પડે તો નવાઈ નહિ કેમકે, આ વખતે ગુજરાતમાં જાેરદાર અંડર કરંટ છે. આ ઉપરાંત પાંચ છ બેઠકો પર કોંગ્રેસ અને ભાજપ ‘કાંટે કી ટક્કર છે.
પહેલાં અને બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાન ઓછું થવાને કારણે ભાજપના નેતાઓ રઘવાયા થયા છે. ભાજપ ની આખીયે ગણતરી ઉંધી પડી રહી છે. રામ મંદિર, ૩૭૦ કલમ જેવા મુદ્દા અસરકારક નીવડ્યા નથી. આ જાેતા ભાજપે ફરી ચૂંટણી પ્રચાર માં પાકિસ્તાનનો રાગ આલાપવા માડ્યો છે. એ જ જૂની રેકર્ડ વાગવાનું શરુ થયું છે. વિકાસના મુદ્દા મતદારો ને ગળે ઉતરતા નથી આ સંજાેગો માં કાળઝાળ ગરમી વિલન બની શકે છે. એમાંય જાે ગુજરાતમાં ૬થી ૭ ટકા મતદાન ઓછું થશે તો ૩થી ૪ બેઠકો ગુમાવવાનો વારો આવી શકે છે. આવી જાણકારી મળતા જ ભાજપે ૫૦ હજાર કરતા ઓછી લીડ વાળી બેઠકો પર ફોકસ વધારી દીધું છે.
આ તરફ, સટ્ટા બજારના સુત્રોનું કહેવું છે કે,ચૂંટણીના દાવ જાેર પકડવા લાગ્યા છે. મોટા પ્રમાણમાં દાવ રમાઈ રહ્યો છે. ખાસ કરીને ગુજરાતમાં તમામ ૨૬ બેઠકોનું મતદાન ત્રીજા તબકકામાં હોવાથી ગુજરાતની બેઠકોમાં પણ રસ વધી રહ્યો છે. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી છેલ્લી બે ટર્મથી તમામ ૨૬ બેઠકો મેળવતા ભાજપને આ વખતે ત્રણ ચાર બેઠક ગુમાવાનો વખત આવે તેવું હાલનું અનુમાન છે. ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં તમામ ૨૬ બેઠકો પર ભાજપે જીત મેળવી હતી.
ભાજપને ત્રણ ચાર સીટ ગુમાવવાનો વખત આવે તેવા અનુમાનની સાથોસાથ સટ્ટા બજાર ગુજરાતની છ પાંચ છ બેઠકો પર ‘ફાઇટ’ હોવાનો અંદાજ દર્શાવી રહ્યો છે. આ ચારમાંથી ત્રણ બેઠકો તો માત્ર સૌરાષ્ટ્ર-કચ્છની છે. બનાસકાંઠા, પાટણ ભાવનગર, જામનગર અને કચ્છ ઉપરાંત આણંદ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જાેરદાર મુકાબલો હોવાનું સટોડીયા માની રહ્યા છે.
જુદા જુદા કારણોના આધારે રાજકીય અનુમાન લગાવતા સટ્ટા બજારના સુત્રોએ એમ પણ કહ્યું કે ગુજરાતની અનેક બેઠકોમાં ક્ષત્રિયના વિરોધનું ફેક્ટર કામ કરી રહ્યું છે ઉપરાંત ભાજપમાં આંતરીક કલહ પણ મોટો ભાગ ભજવે તેમ છે. અમુક બેઠકમાં ભાજપમાં અંદરો-અંદરની ખાનગી લડાઇથી મુશ્કેલી છે.
લોકસભાની ચૂંટણીમાં સરકાર ભાજપ-એનડીએની બનશે તે વિશે સટ્ટાબજારમાં કોઇ શંકા નથી પરંતુ બેઠકના ગણિતમાં ઘણો ફેરફાર થતો રહ્યો છે. લોકસભાની ચૂંટણીના પ્રથમ ભાવ નીકળ્યા ત્યારે ભાજપ-એનડીએને ૩૬૫ સીટ મળવાનું અનુમાન વ્યકત થતું હતું પરંતુ હવે આ આંકડો ૩૩૮ થી ૩૪૨ પર આવી ગયો છે. અગાઉના અંદાજની સરખામણીએ ૩૦ બેઠકો ઓછી થઇ ગઇ છે. એકલા હાથે ભાજપને ૨૯૮ થી ૩૦૫ બેઠકો મળવાનું અનુમાન વ્યકત થઇ રહ્યું છે જ્યારે કોંગ્રેસને એકલા હાથે માત્ર ૪૫ થી ૪૭ બેઠકો જ મળે તેવો અત્યારનો અંદાજ છે. સ્ટોડીયા માની રહ્યા છેકે, લોકસભાની ચૂંટણી શરૂ થયા બાદ ભાજપની સ્થિતિ નબળી પડી રહી છે.
સટ્ટા બજાર માં વરતારો છેકે,એનડીએને મળવાની સંભાવિત બેઠકોના અનુમાનમાં ૩૦ સીટોનો ઘટાડો થઇ ગયો છે.ચૂંટણીના હજુ પાંચ તબકકા બાકી છે અને સટ્ટા બજારમાં હજુ ઘણા બદલાવો અને ફેરફાર આવતા રહેવાનું નિશ્ર્ચિત છે. ૭મી મેના ત્રીજા તબકકાનું મતદાન છે અને ત્યારબાદ ચોથા તબકકાનું મતદાન પૂર્ણ થયા બાદ ઘણા અંશે રાજકીય ચિત્ર સ્પષ્ટ થઇ શકશે અને ત્યારપછી ભાવમાં મોટા બદલાવ થવાની શકયતા ઓછી થઇ જશે.