(સિટી ટુડે) સુરત,તા.૦૫
સુરતના લાલગેટ વિસ્તારમાંથી એક કિલો એમડી ડ્રગ્સનો જથ્થો એસઓજીએ પકડ્યા બાદ એક આરોપી લખનઉમાં એસએજીની રડારમાં આવ્યા હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે.
લાલગેટ પોલીસ મથકની હદમાં આવેલ રામપુરા લાલમીંયા મસ્જીદ પાસેથી ફિલ્મી ઢબે એસઓજી પોલીસે લગભગ એક કરોડ રૂપિયાનું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. ત્યારબાદ એસઓજીની ટીમે દોડ લગાવી હોવા છતાં આરોપીઓ ભાગવામાં સફળ રહ્યા હતા.
જાે કે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, એક આરોપીને એસઓજીની ટીમે લખનઉમાં આવેલ એક દરગાહ પાસેથી રડારમાં લીધો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. જાે કે, પોલીસે આરોપીઓને પકડવા કોઇ કસર રાખી નથી. આરોપીની ધરપકડ બાદ પોલીસને શહેરમાંથી મોટા પાયે એમડી ડ્ર્ગ્સના ડીલરો અને પેડલરોની યાદી મળી આવે તે વાત નકારી શકાય તેમ નથી.