(સિટી ટુડે) સુરત,તા.૧૨
સેન્ટ્રલઝોનના વોર્ડ નં.૧૧-૧૨ રાણીતળાવ, કિંગ પેલેસ પાસે રોડ રસ્તા રીકાર્પેટની કામગીરી ચાલુ હતુ તે દરમિયાન જેસીબીમાં મજુરી કરનાર મહિલાઓ સહિત પુરુષોને જેસીબીના આગળ અને પાછળના ભાગમાં ઘેંટા બકરાની જેમ બેસાડી લઇ જવાતું એક વિડીયો વાયરલ થયો છે. જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા થોડાક પૈસા બચાવવા મજુરોના જીવ જાેખમમાં મુકી દીધા હતા. આ બાબતે સેન્ટ્રલઝોનના અધિકારીઓને જાણ કરવા ફોન કરાતા ફોન ઉપાડ્યા ન હતા. ‘સિટી ટુડે’ દ્વારા સુરત શહેરના મેયર સાથે આ બાબતે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હું તપાસ કરાવી લઉં છું. ડેપ્યુટી ઇજનેર ગામીત સાથે ટેલીફોનીક વાતચીત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, આ મનપાનું નહિં ટ્રાફિક પોલીસનો મામલો છે. રોડ રસ્તા રીકાર્પેટની કામગીરી અમારામાં આવતી નથી. કયા સાહેબમાં આવે છે મને ખબર નથી.