(સિટી ટુડે) સુરત,તા.૦૫
સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા પ્રચાર કરવા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કર્યા બાદ કોંગ્રેસના નેતાઓ પ્રચારમાં લાગી ગયા હતા. જેમાં ગુજરાતની કેટલીક સીટો પર કોંગ્રેસના સ્ટાર પ્રચારકો દ્વારા નોંધપાત્રક પ્રચાર કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં સીનીયર નેતા ગ્યાસુદ્દીન શેખ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા દ્વારા ગુજરાતની લગભગ તમામ સીટો પર પ્રચાર કરી કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડી હતી. ગતરોજ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સાથે પ્લેનમાં બનાસકાંઠા ઉમેદવાર ગેનીબેન ઠાકોર માટે પ્રચાર કરવા શક્તિસિંહ ગોહિલે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દીન શેખને સાથે રાખી સભાઓ ગજવી હતી.