(સિટી ટુડે) સુરત,તા.૨૭
સુરત શહેરમાં ચાલતા મનપા સંચાલીત પેન્ડ પાર્કમાં ચાલતા બેફામ ઉઘરાણા અને ગોબાચારીનો વિવાદ સહિતની ફરીયાદો તથા ફરીયાદો બાદ રંગેહાથે પકડાયેલા કોન્ટ્રાક્ટરના સંચાલકોની સામે ભરાયેલા પગલા બાદ પણ કોન્ટ્રાક્ટરોના સંચાલકો સુધરવાનું નામ લેતા નથી.
લાલગેટ સ્થિત આવેલ મનપા સંચાલતી પે એન્ડ પાર્કમાં ચાલતા ઉઘરાણા અને કારની આગળ આવેલ વાયપર પર સમય લખી આંગળીઓ પર ગણી કલાકો બતાવી બેફામ ઉઘરાણા કરતા કોન્ટ્રાક્ટરો કલાકના ૫૦ રૂપિયા પેટે ઉઘરાણો કર્યા બાદ સુરત રેલ્વે સ્ટેશન પર આવેલ મનપા સંચાલીત પે એન્ડ પાર્ક પર ટેન્ડરના નીતિ નિયમ નેવે મુકી ઉઘાડી લૂંટ કરવામાં આવતા હોવાની પણ ફરીયાદો ઉઠ્યા બાદ ગતરોજ તંત્ર દ્વારા ચેકિંગ પણ કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.
આ બંને પાકિર્ંગો પર એક જ સંચાલક દ્વારા ખોટી રીતે ઉઘરાણાઓ કરી રહ્યા હોવા છતાં તંત્રના આંખે ભ્રષ્ટાચારના પટા હોય અને વીજીલન્સ વિભાગ માત્ર શોભાના ગાંઠીયાની જેમ તમાશો જાેઇ રહ્યો હોય તે નવાઇની વાત છે.