સુરત,તા.૧૬
સુરત શહેરમાં માનવતાને શર્મશાર કરે તેવો ચોંકાવનારો એક કિસ્સો સામે આવ્યો છે. અહીંયા એક ૮૦ વર્ષની અશક્ત વૃદ્ધાને તેની પુત્રવધુએ ઢોરમાર માર્યો હોવાની ઘટના સામે આવી છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોને જાેઈને ભલભલાનું કાળજું કંપી જાય તેવો આ વીડિયો છે. જેથી વીડિયો જાેઈને ચોતરફ લોકો વહુ સામે ફિટકાર વરસાવી રહ્યા છે. બનાવની જાે વિગતવાર વાત કરીએ તો સુરતના પુણામાં આવેલ માતૃશક્તિ સોસાયટીની આ ઘટના છે. જ્યાં પુત્રવધુ તેની સાસુને માર મારી રહી હતી ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા વીડિયો બનાવી લેવામાં આવ્યો અને આ ઘટના સામે આવી. જેમાં જાગૃત નાગરિક દ્વારા મહિલા વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને વુમન ઈમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટને જાણકારી આપવામાં આવી હતી. ઘટનાનો વીડિયો જાેતાં જ ટ્રસ્ટના હોદ્દેદારો દ્વારા આ મામલે પુણા પોલીસને જાણકારી આપવામાં આવી હતી. જેથી પુણા પોલીસને સાથે રાખીને ટ્રસ્ટ દ્વારા વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં લઈ જવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. પરંતુ ચોંકાવનારી વાત તો એ હતી કે વૃદ્ધાના પૌત્ર હિરેનભાઈ દ્વારા વૃદ્ધાને લઈ જવાનો ઇનકાર કરી દેવામાં આવ્યો. જેના કારણે મામલો પુણા પોલીસ મથકે પહોંચ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ૮૦ વર્ષના અશક્ત સાસુ પર તેની પુત્રવધુ દ્વારા જે ર્નિદયતા કરવામાં આવી છે તેનો વીડિયો જાેઈને લોકોમાં રોષનો માહોલ ભરાયો છે. આ મુદ્દો હાલ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે વહુ ઘરના પેસેજમાં વૃદ્ધાને ઢસડી ઢસડીને માર મારી રહી છે. જાેકે હવે આ સમગ્ર મામલે ટ્રસ્ટ દ્વારા પોલીસ કાર્યવાહી કરાવીને વૃદ્ધાને મુક્ત કરાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.