સુરત, તા. ૨૪
નવા વર્ષની શરૂઆતમાં અમુલે ગુજરાતની પ્રજાને આનંદના સમાચાર આપ્યા હતા. અમૂલ દૂધના જુદી જુદી ત્રણ પ્રોડક્ટસના ભાવમાં ઘટાડો થયો છે. અમુલ દૂધના ૧ લીટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો થયો છે. અમુલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં ઘટાડો કરાયો છે. ત્યારે અમૂલે કઈ પ્રોડક્ટમાં કેટલા રૂપિયા ઓછા કર્યા અને હેવથી કેટલા રૂપિયા ઓછા ચૂકવવા પડશે તે જાણી લો.
અમુલ ગોલ્ડ ૧ લીટર પાઉચનો જૂનો ભાવ ૬૬ રૂપિયા, અમુલ ગોલ્ડ ૧ લીટર પાઉચનો નવો ભાવ ૬૫ રૂપિયા. અમુલ ટી સ્પેશિયલ ૧ લીટર પાઉચનો જૂનો ભાવ ૬૨ રૂપિયા, અમુલ ટી સ્પેશિયલ ૧ લીટર પાઉચનો નવો ભાવ ૬૧ રૂપિયા.
અમુલ તાજા ૧ લીટર પાઉચનો જૂનો ભાવ ૫૪ રૂપિયા, અમુલ તાજા ૧ લીટર પાઉચનો નવો ભાવ ૫૩ રૂપિયા.
અમુલ દ્વારા છેલ્લા કેટલાક સમયથી દૂધના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે દૂધના ભાવ વધારા બાદ પ્રથમ વાર ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં નાગરિકોને મોંઘવારી સામે રાહત આપતા સમાચાર છે.
આમ અમૂલે પહેલીવાર ભાવ વધાર્યા પછી ઘટાડો જાહેર કર્યો છે. પરિપત્ર અનુસાર ડિસ્ટ્રીબ્યુર્સ તથા રિટેલર્સ માર્જીન યથાવત રહેશે. ગુજરાતમાં અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર ૧ રૂપિયાનો ઘટાડો કર્યો છે, જેનાથી ગ્રાહકોને રાહત મળશે. આ ફેરફાર તાત્કાલિક લાગુ કરવામાં આવ્યો છે અને ગ્રાહકો હવે ઓછા ભાવે અમૂલ દૂધ ખરીદી શકશે. ગ્રાહકોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. અમૂલના આ ર્નિણયથી ગ્રાહકોને રાહત મળશે. દૂધના વધતા ભાવથી થોડી રાહત મળશે.
