સુરત,તા.૨૫
તાપીના છેવાડે ગેરકાયદે રેતી ખનન પર સુરત ફ્લાઈંગ સ્કવોર્ડે દરોડા પાડી સઘન કાર્યવાહી કરી છે. મોટા લિઝધારકો દ્વારા થતી કરોડોની રેતી ચોરી ઝડપાઈ છે. સ્ક્વોર્ડે રૂપિયા ૪ કરોડનો મુદ્દામાલ ઝડપ્યો છે.
અમૂલ્ય ખનીજ સંસાધન એવી રેતી ખનનને લઈ તંત્ર સજાગ બન્યું છે. મોટા લિઝ ધારક દ્વારા થતી કરોડોની રેતી ચોરીની બાતમીના આધારે સુરત ફ્લાઈંગ સ્કવોર્ડે રેડ પાડી હતી. અરવિંદ સોલંકી નામના લિઝધારક દ્વારા રેતી ચોરી કરાતી હતી. પોતાના હદ વિસ્તાર બહાર જઈ અરવિંદ સોલંકી રેતી ખનન કરતો હતો. નિઝર તાલુકાના વ્યાવલ ગામ ખાતે માહિતીના આધારે સુરત ફ્લાઈંગ સ્કર્વોડ ત્રાટકી હતી અને ૧૮ યાત્રિક નાવડી, ૬ એક્સેવટર મશીન અને ૮ ડમ્પરો જપ્ત કરાયા છે. તેમજ સુરત ફ્લાઈંગ સ્કર્વોડ દ્વારા ૪ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
તાપીના છેવાડે નિઝરના વ્યાવલ ગામ ખાતે મોટા લીઝ ધારક દ્વારા થતા ગેરકાયદેસર રેતી ખનન પર સુરત ફ્લાઈંગ સ્કેવોર્ડે દરોડા પાડ્યા હતાં પઅરવિંદ સોલંકી નામના લીઝ ધારક દ્વારા કરવામાં આવતી કરોડોની રેતી ચોરી ઝડપાઈપપોતાના હદ વિસ્તારની બહાર જઈ અરવિંદ સોલંકી દ્વારા રેતી ખનન કરવામાં આવતું હતું પ ફ્લાઈંગ સ્કવોડની ટીમે ૧૮ યાત્રિક નાવડી, ૬ એક્સેવટર મશીન , ૮ ડમ્પરો સિહત ૪ કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
