- ૧૪મી જાન્યુઆરી ‘ઉત્તરાયણના દિવસે રવજી લાડ નામના ઇસમની મળેલી લાશ’ બાદ સરપંચ અને તલાટી દ્વારા કાયદેસર તપાસ નહિં કરાવવામાં આવતા શંકાઓ ઉપજી છે!
(સિટી ટુડે) સુરત,તા.૨૫
બલેશ્વરગ્રામ પંચાયતની ઓફિસમાં ઉત્તરાયણના દિવસે શંકાસ્પદ હાલતમાં મળેલી લાશ અંગે તર્ક વિર્તકો સર્જાઇ રહ્યા છે. ગ્રામ પંચાયતની ઓફિસમાં રઉજી લાડ નામના ઇસમની જે અગાઉ એક દિવસ પહેલા ગુમ થયા હતા તેઓની ૧૪ જાન્યુઆરી રજા દિવસે રહસ્યમય રીતે ગ્રામ પંચાયતની ઓફિસમાં મળેલી લાશને પોસ્ટમોર્ટમ નહિં કરાયું અને આ અંગે પોલીસ તપાસ પણ ન કરવામાં આવતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
મળતી માહિતી મુજબ, બલેશ્વર ગામમાં રઉજી લાડ નામના ઇસમનું મૃત્યુ થવા પામ્યું હતું પણ આ વ્યક્તિ ૧૩ જાન્યુઆરીના રોજ ગુમ થયા હોવાની વિગતો બહાર આવી હતી. ત્યારબાદ આગલા દિવસ એટલે ૧૪મી જાન્યુઆરી ઉત્તારયણના દિવસે બલેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસમાંથી શંકાસ્પદ લાશ મળી આવતા ચકચાર ઉઠવા પામી હતી.
સવાલ એ ઉભો થાય છે કે, બલેશ્વર ગામના સરપંચ અને તલાટી દ્વારા સરકારી કચેરીમાં લાશ મળી આવી હોવા છતાં મૃત્યુ કે પછી હત્યા અંગેની જાણ માટે પોસ્ટમોર્ટમ કે પોલીસ ફરીયાદ પણ દાખલ કરવામાં આવી ન હતી.
સ્થાનીકોના કહેવા મુજબ, રવજી લાડ સરપંચ, તલાટી સહિતના આગેવાનોના સંપર્ક રહેતા હતા અને સરકારી કામોમાં પણ દોડધામ કરી ગ્રામ પંચાયતની ઓફિસ પાસે જાેવા મળતા હતા.
હવે સવાલ એ ઉભો થાય છે કે, આ રવજી લાડ નામના વ્યક્તિની લાશ ગ્રામ પંચાયતની ઓફિસમાં આવી કઇ રીતી? અને જાે આ વ્યક્તિ એક દિવસ પહેલાથી ગ્રામ પંચાયતની ઓફિસમાં હતા તો ઓફિસની સંભાળ રાખનાર ઇસમ શું આ બાબતે અજાણ હતા? આવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. શું રવજી લાડનું મૃત્યુ કે પછી અન્ય કોઇ ઘટના બની તે અંગે તપાસ જરૂરી બની છે.