શહેર સુરતના સુરત ડી.સી.બી. પોલીસ સ્ટેશન (ઈકો સેલ, સુરત) માં નોંધાયેલ બીટ કોઈન અંગેના GPID ના ગુન્હા કામે ધરપકડ થયેલ આરોપી – જાવીદ પીરૂભાઈ મુલતાની નાઓને રેગ્યુલર જામીન
ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ (સ્પેશ્યલ) કોર્ટ,
(સિટી ટુડે) સુરતઃ ૨૬
કેસની વિગત એ પ્રકારની છે કે, શહેર સુરતના ડી.સી.બી. પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.- ૧૧૨૧૦૦૧૫૨૪૦૦૮૬/૨૦૨૪ થી ઈ.પી.કોડની કલમ – ૪૦૯, ૪૨૦, ૧૧૪ તથા ઈનામ પ્રથા અથવા પૈસા ફેરવવાની યોજના (નિયંત્રણ) કાયદો, ૧૯૭૮ ની કલમ – ૪, ૫, ૬ મુજબનો ગુન્હો તા.૨૯/૦૯/૨૦૨૪ ના રોજ નોંધાયેલ. સદર ગુન્હાના કામે આરોપી – જાવીદ પીરૂભાઈ મુલ્તાની નાઓની તા.૨૯/૦૯/૨૦૨૪ ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને તા.૨૯/૦૯/૨૦૨૪ ના રોજ નામદાર કોર્ટમાં રજુ કરવામા આવેલ અને નામદાર કોર્ટે આરોપી- જાવીદ પીરૂભાઈ મુલ્તાની નાઓને તા.૦૩/૧૦/૨૦૨૪ ના રોજ સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કરેલ. આમ, આરોપી – જાવીદ પીરૂભાઈ મુલ્તાની તા.૦૩/૧૦/૨૦૨૪ ના રોજથી જ્યુડીશ્યલ કસ્ટડીમા હતા અને ત્યારબાદ ઉપરોક્ત ગુન્હાના કામે તપાસ પુર્ણ થઈ ગયેલ છે અને ચાર્જશીટ પણ નામદાર કોર્ટમા રજુ થઈ ગયેલ છે.
હાલના ગુન્હાની કામની ફરીયાદની ટૂંકી હકીકત ધ્યાને લેવામાં આવે તો,
“આ કામે હકીકત એવી રીતે છે કે બ્લોક ઓરા કંપનીના માલીક ફિરોઝ દીલાવરભાઇ મુલતાની રહે 381 101 भीता એપાર્ટમેન્ટ રેલ્વે ગોદીની સામે અંકલેશ્વર જી – ભરૂચ ૨. નીતીનભાઈ જગત્યાની રહે.દુબઈ નાઓએ તેમના સુરત ખાતાના એજન્ટ તરીકે કામ કરતા ૩. કાસીફ આરીફભાઈ મુલતાની, રહે. મુલતાની ડેલો, આંબાવાડી, કાલીપુલ, સુરત ૪. એઝાઝ આરીફ ભાઈ મુલતાની રહે. મુલતાની ડેલો, આંબાવાડી, કાલીપુલ, સુરત ૫. જાવીદ પીરૂભાઇ મુલતાની, રહે. મુલતાની ડેલો, આંબાવાડી, કાલીપુલ, સુરત નાઓ મારફતે તા.૧૫/૦૫/૨૦૨૨ ના રોજ થી અમારી પાસેથી તેઓની બ્લોક ઓરા કંપની ના બ્લોક ઓરા કોઇનના નામથી રોકાણ કરાવેલ જેમા રોજનુ એક ટકા મુજબનુ વળતર મળશે તેમ જણાવી ૨૦ ડોલર યુએ સડીટી થી લઇ 5000 ડોલર યુએસડીટી વાળી અલગ અલગ સ્કીમમા રોકાણ કરાવી બ્લોક ઓશ કંપનીની ડીઈએફઆઇએઆઈ. આઈઓ ના નામથી તથા ડબલ્યુડબલ્યુડબલ્યુ, બ્લોકઔરા. કોમ વેબસાઇડ મા આઇડીઓ જનરેટ કરી ડબ લ્યુડબલ્યુડબલ્યુ.કોઇનમાર્કેટકે
જાવીદ પીરૂભાઈ મુલ્તાની તર્ફે વકીલશ્રી ઝફર કે. બેલાવાલા નાઓની મુખ્ય રજુઆત એ હતી કે,
– આરોપી નિર્દોષ છે. હાલના ગુન્હાના કામના તપાસ કરનાર અધિકારીશ્રી નાઓએ હાલના આરોપીને તદ્દન ખોટી રીતે હાલના ગુન્હાના કામે ધરપકડ કરેલ છે.
– આરોપીએ હાલના ગુન્હાના કામે કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ ભાગ ભજવેલ હોય તેવી પણ કોઈ હકીકત ફરીયાદ પરથી જણાય આવતી નથી.
– હાલના આરોપીએ યુએસડીટી મા રોકાણ કરવા માટે લોભામણી અને લાલચામણી લાલચ આપેલ હોય તેવું તેવી પણ કોઈ હકીકત ફરીયાદ તથા ચાર્જશીટના પેપર્સો પરથી જણાય આવતી નથી.
– હાલના આરોપીએ ફરીયાદીને રોકાણકારોને તેઓના રોકાણ ઉપર દરરોજ એક ટકા મુજબનું વળતર ચુકવવાનું જણાવી તે અંગે રોકાણકારોને વિશ્વાસ અને ભરોસો આપવા સારૂ આરોપીએ પોતાની બ્લેક ઓરા નામથી કંપની બનાવી અને તે કંપનીમા “બ્લેક ઓરા” કોઈનમાં રોકાણ કરવા માટે કોઈ લોભામણી લલચામણી લાલચ આપેલ હોય તેવી પણ કોઈ હકીકત ફરીયાદ તથા ચાર્જશીટના પેપર્સો પરથી જણાય આવતી નથી.
– હાલના આરોપીએ ફરીયાદી તેમજ અન્ય સાહેદો સાથે ગુન્હાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાના બદઈરાદેથી તેઓની કંપનીમાં “બ્લેક ઓરા” કોઈનમાં રોકાણ કરાવવાનુ જણાવી તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ હોય તેવી પણ કોઈ હકીકત ફરીયાદ તથા ચાર્જશીટના પેપર્સો પરથી જણાય આવતી નથી.
– હાલના ગુન્હાની તપાસ પુર્ણ થઈ ગયેલ છે અને ચાર્જશીટ પણ રજુ થઈ ગયેલ છે અને હાલના આરોપી પુરતી કોઈ તપાસ બાકી રહેલ નથી.
> હાલના આરોપી હાલના ગુન્હાના અન્ય મુખ્ય આરોપીઓને ત્યાં પગારદાર તરીકે નોકરી કરતા આવેલ હતા.
નામદાર નામદાર સેશન્સ કોર્ટ, સુરત નાઓએ બંને પક્ષનાઓની વિગતવારની રજુઆતો અને દલીલો બાદ નામદાર સેશન્સ કોર્ટ, સુરત નાઓએ આરોપી – જાવીદ પીરૂભાઈ મુલ્તાની નાઓને તા.૨૭/૦૧/૨૦૨૫ ના રોજ કેટલીક શરતોને આધિન જામીન ઉપર મુક્ત કરતો હુકમ કરેલ છે.
આરોપી – જાવીદ પીરૂભાઈ મુલ્તાની નાઓ તરફે વકીલશ્રી ઝફર કે. બેલાવાલા નાઓએ રજુઆતો કરેલ અને જામીન અરજીની સફળ રજુઆતો કરેલ છે.