Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Monday, August 17
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મનપા કમિશનર શરમ કરો, અધિકારીઓ ભાજપ કોર્પોરેટરને ગાંઠતા જ નથી! અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે

    મનપા કમિશનર શરમ કરો, અધિકારીઓ ભાજપ કોર્પોરેટરને ગાંઠતા જ નથી! અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે

    City Today DailyBy City Today DailyFebruary 4, 2025

    સુરત, તા.૦૪
    સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનની અંદર હંમેશા ભ્રષ્ટાચારના મુદ્દા સામે આવતા રહ્યા છે. ગેરકાયદેસર બાંધકામ અને ટેમ્પરરી સ્ટ્રક્ચરને લઈને કતારગામ ઝોન હંમેશા વિવાદમાં આવતો રહ્યો છે. ફરી એક વખત પાલિકાની ટીમ દ્વારા કતારગામ ઝોનમાં ટેમ્પરરી સ્ટ્રક્ચર ઉભા કરવામાં આવ્યા છે. તેમની સામે લાંચિયા અધિકારીઓ કોઈ પગલાં લેતા ન હોવાની રાવ ઊભી થઈ રહી છે.
    કતારગામ ઝોનની અંદર મહાનગરપાલિકા દ્વારા ધારાસભ્ય દ્વારા સંકલન બેઠકમાં ઉઠાવેલા પ્રશ્નોને લઈને કામગીરી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ કોર્પોરેટર દ્વારા જ કામગીરી ઉપર પ્રશ્નો ઊભા કરવામાં આવી રહ્યા છે. ભાજપના જ કોર્પોરેટરે આક્ષેપ કર્યા છે કે, મોટા ટેમ્પરરી સ્ટ્રકચરોને દૂર કરવામાં આવી રહ્યા નથી માત્ર નાના માણસોને હેરાન કરવામાં આવી રહ્યા છે. કામગીરી ન્યાય પૂર્ણ થવી જાેઈએ. માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવી ન જાેઈએ. ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે મોટા આક્ષેપ કરતા કહ્યું છે કે, આજે લાઈટ એન્ડ ફાયરની બેઠક હતી. જેમાં કમિશનરની સામે જ કેટલાક મુદ્દાઓને લઈને રજૂઆત કરી છે. છેલ્લા બે વર્ષથી હું સતત કતારગામની અંદર ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિઓની અંદર રજૂઆત કરતો રહ્યો છું. ખાસ કરીને બાંધકામ અને ટેમ્પરરી સ્ટ્રકચરોને લઈને રજૂઆતો કરી છે, પરંતુ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી. મારું કહેવું એવું છે કે, માત્ર કતારગામ ઝોનમાં નહીં, પરંતુ આખા શહેરની અંદર આ કામગીરી તેજ કરવી જાેઈએ.અધિકારીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે ભ્રષ્ટાચારી નીતિ આપનાવવામાં આવી રહી છે.
    વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોટા સ્ટ્રક્ચરો જે ગેરકાયદેસર છે તેને દૂર કરવામાં આવ્યા નથી. ખેતરોની અંદર દ્ગછ થયા વગરની જમીનો ઉપર મોટા રેસ્ટોરન્ટ અને શેડ ચલાવીને હોટલ શરૂ કરી દેવામાં આવી છે. એ તમામ ગેરકાયદેસર હોવા છતાં પણ તેમની સામે કોઈ પગલાં લેવાતા નથી. નાના નાના વેપારીઓને હેરાન કરવાની માનસિકતા અધિકારીઓ રાખે છે, પરંતુ આવા મોટા ગેરકાયદેસર શેડને દૂર કરવા માટે કેમ કામગીરી કરતા નથી. અધિકારીઓ સતત ભ્રષ્ટાચારમાં લિફ્ટ છે અને મોટા ટેમ્પરરી સ્ટ્રક્ચર કરનારાઓને છાવરી રહ્યા છે. રાજકોટમાં થયેલી દુર્ઘટના બાદ સિલ મારવાની કામગીરી ખૂબ મોટો ઉપાડે કરી દેવામાં આવી હતી. તેમાં પણ અધિકારીઓ દ્વારા ન્યાય પૂર્ણ કામગીરી કરવામાં આવી નથી.

    Post Views: 2,411
    અધિકારીઓ ભાજપ કોર્પોરેટરને ગાંઠતા જ નથી! અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે મનપા કમિશનર શરમ કરો
    Previous Articleબલેશ્વર ગ્રાંમ પંચાયતમાં રઉજી લાડ નામના ઇસમની મળેલી લાશ અંગે તપાસનો ધમધમાટ શરૂ?
    Next Article સુરત પોલીસની પ્રશંસનીય કામગીરી, ચારધામ યાત્રા અધૂરી રહી ને છ સાથી ગુમાવ્યા, સાપુતારા અકસ્માતના ૨૬ ઇજાગ્રસ્ત વતન રવાના, બસમાં સાથે પોલીસની ટીમ પણ ગઈ

    Related Posts

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    August 12, 2026

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    August 4, 2026
    Latest Posts

    દરિયાપુર  વિધાનસભા જનસેવા કેન્દ્ર

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    પ્રેમી ઘ્વારા યુવતીને બ્લેકમેઈલ કરી આત્મહત્યાનાં દુષપ્રેરણા કરનાર આરોપી દિલીપ ભાનુભાઈ બાબરીયા નાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ કોર્ટ

    કેનેડામાં રહેતી યુવતી અને સીએરા લિઓન (વેસ્ટ આફ્રિકા) માં રહેતા યુવકના વીડિયો કોન્ફર્સિંગથી છૂટાછેડાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલગ અલગ દેશોમાં રહેતા આ દપંતીએ પાવર ઑફ એટર્ની ધ્વારા છૂટાછેડાનો દાવો કર્યો હતો. જેના પર સુરત ફેમિલી કોર્ટે મંજૂરીની મ્હોર મારી છે.

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.