(સિટી ટુડે) સુરત,તા.૧૩
કેસની વિગત એ રીતની છે કે, શહેર સુરતના સુરત અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન પાર્ટ – એ ગુન્હા રજીસ્ટર નં.૧૧૨૧૦૦૦૫૨૫૦૧૮૩/૨૦૨૫ ના કામમાં આર્મ્સ એકટની કલમ ૨૫(૧-બી)(એ) તથા જી.પી. એકટની કલમ ફરીયાદ તા.૧૨/૦૨/૨૦૨૫ ના રોજ નોંધાયેલ. ૧૩૫(૧) મુજબના ગુન્હાની વધુમા હાલના ગુન્હાના કામની ફરીયાદની હકીકત ધ્યાને લેવામાં આવે તો, “આર્મ્સ એક્ટ – ૨૬(૧)(બી)(એ) તથા જી.પી. એક્ટની કલમ ૧૩૫(૧) તે એવી રીતેની છે કે આરોપી મોહંમદ સઈદ મોહંમદ ઈદ્રીશ મલેક, ઉ.વ. ૨૮, ધંધો – બેકાર, રહે. ૨/૧૮૦૫, નવી ઓલી સ્ટ્રીટ, સગરામપુરા, સુરત શહેર નાનો પોતાનાં કબ્જા ભોગવટામાં ગેર કાયદેસર રીતે પાસ પરમીટ વગર દેશી હાથ બનાવટની અગ્નિશ્ત્રરૂપી પિસ્ટલ નંગ – ૦૨ કિંમત રૂપિયા – રૂ.૩,૦૦૦/- તથા જીવતા કાર્તુસ નંગ ૦૩ કિંમત રૂપિયા – ૬૦૦ તથા મોબાઈલ નંગ – ૦૧ કિંમત રૂપિયા – ૫૦૦૦ તથા રો કડા રૂપિયા ૨૦૦ મળી કૂલ્લે રૂપિયા – ૩૫,૮૦૦/- નાં મુદ્દામાલ સાથે પકડાઈ ગયેલ હોય અને સદરી આરોપીએ પોલીસ કમિશનર સુરત શહેર નાઓના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ હોય વિગેરે બાબત.”
ઉપરોકત ગુન્હાના કામના તપાસ કરનાર અધિકારીએ આરોપીની તા.૧૨/૦૨/૨૦૨૫ ના રોજ ધરપકડ કરવામાં આવેલ હતી અને ત્યારબાદ આરોપીને તા.૧૨/૦૨/૨૦૨૫ ન રોજ નામદાર કોર્ટમાં રજુ કરી દિન-૦૫ ના પોલીસ કસ્ટડી હેઠળના રીમાન્ડની માંગણી કરવામાં આવતા નામદાર કોર્ટે અરજદાર/આરોપીને દિન – ૦૧ ના યાને તા.૧૩/૦૨/૨૦૨૫ ના રોજ સુધીના પોલીસ કસ્ટડી રીમાન્ડ ઉપર સોંપવાનો હુકમ કરેલ. ત્યારબાદ રીમાન્ડ સમય પુર્ણ થતા આરોપીને તા.૧૩/૦૨/૨૦૨૫ ના રોજ નામદાર કોર્ટમા રજુ કરી તપાસ કરનાર અમલદાર દ્વારા આરોપીના વધુ કોઈ પોલીસ કસ્ટડી રીમાન્ડની માંગણી કરવામા ન આવતા નામદાર કોર્ટે આરોપીને જ્યુડીશ્યલ કસ્ટડીમા મોકલી આપવાનો હુકમ કરતા આરોપી તર્ફે રેગ્યુલર જામીન ઉપર મુક્ત થવાને માટે વકીલ ઝફર કે. બેલાવાલા નાઓ મારફત ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૪૮૦ અન્વયે નામદાર જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ જડ્જ ની કોર્ટમાં જામીન અરજી દાખલ કરાવેલ. ત્યારબાદ આરોપી તર્ફે વકીલ ઝફર કે. બેલાવાલા નાઓની સફળ દલીલોને ધ્યાને લઈ નામદાર કોર્ટે આરોપી – મોહંમદસઈદ મોહંમદઈદ્રીસ મલેક નાઓને કેટલીક શરતોને આધિન રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરતો હુકમ ફરમાવેલ. સદર કેસમાં આરોપી મોહંમદસઈદ મોહંમદઈદ્રીસ મલેક તરફેની સફળ રજુઆત વકીલ ઝફર કે. બેલાવાલા નાઓ દ્વારા કરવામાં આવી છે.
(સિટી ટુડે) સુરત,તા.૧૩
અઠવા પોલીસ મથકમાં બે દિવસ અગાઉ બે પિસ્ટોલ અને ત્રણ કારતૂસ સાથે એક આરોપી પર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા વધુ એક આરોપી નાસીર સુરતી નામના ઇસમનું નામ બહાર આવ્યું હોવાની વિગતો જાણવી મળી છે. મળતી માહિતી મુજબ ઝોન-૪ વિજયસિંહ ગુર્જરનાઓના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ તપાસમાં કેટલાક લોકોની પુછપરછ પણ કરવામાં આવી રહી છે. જાે કે, નાસીર સુરતી હાલ નાસી છૂટયા હોવાની જાણવા મળ્યું છે.