ઢાકા, તા.૨૦
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં આરક્ષણની માંગ સાથે શરૂ થયેલા દેખાવોએ હિંસક રૂપ ધારણ કર્યું છે. સરકારે આગચંપી, પથ્થરમારો અને તોડફોડની ઘટાનાને રોકવા માટે સમગ્ર દેશમાં કર્ફ્યુ લાગુ કર્યો છે. પોલીસ અને દેખાવકારો વચ્ચે થયેલા ઘર્ષણના પગલે અત્યાર સુધીમાં ૧૦૫ લોકોના મોત થયા છે. દેખાવોની ગંભીરતાને જાેતા ૨૪૫ ભારતીયો જે ભારતની બોર્ડર ક્રોસ કરીને બાંગ્લાદેશમાં આવ્યા હતા, તેઓ પણ તોફાનોના પગલે દેશમાં પરત આવી ગયા છે.
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી સરકારી નોકરીઓમાં આરક્ષણની માંગ સાથે દેખાવો થઈ રહ્યાં છે, જાેકે આ તોફાનો છેલ્લા બે દિવસમાં હિંસક બન્યા છે. આ અંગે ભારતે તેના પ્રવાસીઓ માટે થોડા દિવસો અગાઉ ટ્રાવેલ એડવાઈઝરી પણ બહાર પાડી હતી. પરિસ્થિતિ વધુ ખરાબ બની એ માટે શુક્રવારે એટલે કે ગઈકાલે સમગ્ર દેશમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. એવામાં હોસ્પિટલના અધિકારીઓ પાસેથી મળેલી માહિતીના આધારે, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં લગભગ ૧૦૫ લોકોના મોત થયા છે.
વિદ્યાર્થીઓ અને યુવાનો દ્વારા ચાલી રહેલો આ વિરોધ શાસક સરકાર માટે એક મોટા સંકટ તરીકે ઉભરી આવ્યો છે. આ વિરોધ શેખ હસીના માટે તેમના ૧૫ વર્ષના કાર્યકાળમાં મોટો પડકાર બની ગયો છે. શેખ હસીનાના જણાવ્યું હતું કે, “સરકારે કર્ફ્યુ લાદવાનો અને હિંસા રોકવામાં મદદ કરવા સેના તૈનાત કરવાનો ર્નિણય લીધો છે.” સાથે જ એમ પણ કહ્યું કે અ કર્ફ્યુ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવશે.
હવે પ્રશ્ન એ થાય કે આ વિરોધ કેમ છે તો વર્તમાન આરક્ષણ પ્રણાલી હેઠળ, બાંગ્લાદેશમાં ૫૬ ટકા સરકારી નોકરીઓ આરક્ષિત છે, જેમાંથી ૩૦ ટકા ૧૯૭૧ના મુક્તિ સંગ્રામના સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજાે માટે, ૧૦ ટકા પછાત વહીવટી જિલ્લાઓ માટે, ૧૦ ટકા મહિલાઓ માટે, ૫ ટકા વંશીય લઘુમતી જૂથો માટે અને ૧ ટકા અપંગ વ્યક્તિઓ માટે આરક્ષિત છે.
અહીંના વિદ્યાર્થીઓ સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજાેને આપવામાં આવેલી અનામતની વિરુદ્ધ છે. આંકડાઓ અનુસાર, દેશમાં દર વર્ષે ૩ હજાર સરકારી નોકરીઓ બહાર પડે છે જેના માટે અરજી કરનારા લોકોની સંખ્યા લગભગ ૪ લાખ છે. જેમાં ૩૦ ટકા અનામત તેમને જાય છે. જેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ છે અને તેઓ વિરોધ કરી રહ્યા છે.