Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, August 25
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » મહિલાઓનું જ ઘરમાં ચાલે છે. મારા ઘરમાં મારું પણ નથી ચાલતું :સી. આર. પાટીલ

    મહિલાઓનું જ ઘરમાં ચાલે છે. મારા ઘરમાં મારું પણ નથી ચાલતું :સી. આર. પાટીલ

    City Today DailyBy City Today DailyDecember 22, 2024

    (સિટી ટુડે) સુરત,તા.૨2

    સુરતના વેસુ શ્યામ મંદિરથી મહેંદીપુર બાલાજી મંદિર સુધીની ‘જળ સંચય મહિલા પદયાત્રા’ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ કળશમાં જળ લઈ પદયાત્રામાં જોડાઈ . જલસંરક્ષણ માટે એકજૂથ થયેલી મહિલાઓને પાટીલે અભિનંદન પાઠવતા હતા. રમુજ કરતાં પાટીલે કહ્યું હતું કે, જળસંચય માટે મહિલાઓએ પોતાના પિયરનું ગામ દત્તક લેવાનો આગ્રહ રાખવો જોઈએ. મહિલાઓનું જ ઘરમાં ચાલે છે. મારા ઘરમાં મારું પણ નથી ચાલતું.

     કાર્યક્રમમાં સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, જમીનના પેટાળમાં મોટી માત્રામાં પાણીના જથ્થાનો સંગ્રહ કરવાની તાકાત રહેલી છે. આ વરસાદી પાણીનો સંગ્રહ કરી ભવિષ્યની પેઢીને વારસામાં અખૂટ જળભંડાર આપીએ. જળસંચય માટે ‘કર્મભૂમિથી જન્મભૂમિ’ અભિયાનમાં જોડાઈને સુરતમાં રહેતા અન્ય રાજ્યના અગ્રણીઓને પોતાના વિસ્તારમાં વોટર હાર્વેસ્ટીંગની કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. વડાપ્રધાનએ 2021માં ‘કેચ ધ રેઈન’ પ્રોજેક્ટની ઝુંબેશના રૂપમાં શરૂઆત કરી હતી, જે હવે સમગ્ર દેશમાં જનઆંદોલન બન્યું છે. રાજસ્થાનમાં ટેક્નોલોજી યુગમાં નાનીમોટી 11 નદીઓને જોડવા રિવર લિંકનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આવનાર સમયમાં રાજસ્થાનમાં 1.60 લાખ રિચાર્જ બોરવેલ બનાવવામાં આવશે.  વધુમાં ઉમેર્યું કે, કેન્દ્ર સરકાર પાણીના સંગ્રહ અને સદુપયોગમાં વિશેષ કાળજી રાખી રહી છે, ત્યારે જળસંચયની પ્રવૃતિને આંદોલન બનાવવું જરૂરી છે. જળસંચયની જવાબદારી જ્યારે સ્ત્રીશક્તિ સંભાળે છે, ત્યારે જલસંચયનો પ્રયાસ સમાજના મૂળ સુધી પહોંચે છે. ‘નારીશક્તિ જલસંચય યાત્રા’ તેનું ઉત્તમ ઉદાહરણ છે. બહેનોને અનુરોધ કરતા કહ્યું હતું કે, તમારા પિયરનું ગામ દત્તક લઈને જળસંચયમાં સહભાગી બનીએ. 

    Post Views: 487
    @crpatil
    Previous Articleહુસેન-D અને જુનાગઢના મમ્મુનો નેટવર્ક ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં પણ ફેલાયો છે
    Next Article લાલગેટ પર આવેલ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટને બ્લેક લીસ્ટ કરવા ફરીયાદનો દોર શરૂ

    Related Posts

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 25, 2026

    ઈદે મિલાદ પર્વ નિમિત્તે સુરત શહેર સિરતુન્નબી કિમિટ નાં નેજા હેઠળ ૨૬મી ઓગષ્ટ ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    August 19, 2026

    આરોપી અબ્દુલ સમદ ગુલામ મોહ્યુદ્દીન શેખને આર્મ્સ એકટના ગુનાના કામે નિદોર્ષ ઠરાવી છોડતી મુકિત નામદાર કોર્ટ.

    August 14, 2026
    Latest Posts

    સિદ્ધપુર (પાટણ) જિલ્લામાં “આઈ લવ મોહમ્મદ” ના પોસ્ટર લગાવવા ના દેવા બાબતે. યોગ્ય માર્ગદર્શન આપી તપાસ કરવા માંગ: મુજાહિદ નફીસ

    સુરત શહેર સિરતુન્નબી કિમટિનાં નેજા હેઠળ  ઝાંપાબજારથી ભવ્ય જુલુસ નીકળશે.

    ઈદે મિલાદ એટલે ઈન્સાનિયતની આઝાદીનો દિવસ : હાજી જુમા રાયમા

    અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે નિમણૂક બાદ સુશ્રી સોનલબેન પટેલની રાહુલ ગાંધીજીના “છાત્રો કી ગુંજ’ ને અનુસરી કાલુપુર પબ્લિક સ્કૂલની મુલાકાત મ્યુનિ. કોર્પો. સંચાલિત સ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી અન્ય કોઈપણ સરકારી કાર્યક્રમો તેમજ રાજકીય સભાઓ, રેલીઓ કે મીટીંગોમાં હાજરી આપવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.