Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » બલેશ્વરગ્રામ પંચાયતની ઓફિસમાંથી મળેલી શંકાસ્પદ લાશનું પોસ્ટમોર્ટમ કેમ ન કરવામાં આવ્યું?

    બલેશ્વરગ્રામ પંચાયતની ઓફિસમાંથી મળેલી શંકાસ્પદ લાશનું પોસ્ટમોર્ટમ કેમ ન કરવામાં આવ્યું?

    City Today DailyBy City Today DailyJanuary 25, 2025
    • ૧૪મી જાન્યુઆરી ‘ઉત્તરાયણના દિવસે રવજી લાડ નામના ઇસમની મળેલી લાશ’ બાદ સરપંચ અને તલાટી દ્વારા કાયદેસર તપાસ નહિં કરાવવામાં આવતા શંકાઓ ઉપજી છે!

    (સિટી ટુડે) સુરત,તા.૨૫
    બલેશ્વરગ્રામ પંચાયતની ઓફિસમાં ઉત્તરાયણના દિવસે શંકાસ્પદ હાલતમાં મળેલી લાશ અંગે તર્ક વિર્તકો સર્જાઇ રહ્યા છે. ગ્રામ પંચાયતની ઓફિસમાં રઉજી લાડ નામના ઇસમની જે અગાઉ એક દિવસ પહેલા ગુમ થયા હતા તેઓની ૧૪ જાન્યુઆરી રજા દિવસે રહસ્યમય રીતે ગ્રામ પંચાયતની ઓફિસમાં મળેલી લાશને પોસ્ટમોર્ટમ નહિં કરાયું અને આ અંગે પોલીસ તપાસ પણ ન કરવામાં આવતા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
    મળતી માહિતી મુજબ, બલેશ્વર ગામમાં રઉજી લાડ નામના ઇસમનું મૃત્યુ થવા પામ્યું હતું પણ આ વ્યક્તિ ૧૩ જાન્યુઆરીના રોજ ગુમ થયા હોવાની વિગતો બહાર આવી હતી. ત્યારબાદ આગલા દિવસ એટલે ૧૪મી જાન્યુઆરી ઉત્તારયણના દિવસે બલેશ્વર ગ્રામ પંચાયતની ઓફિસમાંથી શંકાસ્પદ લાશ મળી આવતા ચકચાર ઉઠવા પામી હતી.
    સવાલ એ ઉભો થાય છે કે, બલેશ્વર ગામના સરપંચ અને તલાટી દ્વારા સરકારી કચેરીમાં લાશ મળી આવી હોવા છતાં મૃત્યુ કે પછી હત્યા અંગેની જાણ માટે પોસ્ટમોર્ટમ કે પોલીસ ફરીયાદ પણ દાખલ કરવામાં આવી ન હતી.
    સ્થાનીકોના કહેવા મુજબ, રવજી લાડ સરપંચ, તલાટી સહિતના આગેવાનોના સંપર્ક રહેતા હતા અને સરકારી કામોમાં પણ દોડધામ કરી ગ્રામ પંચાયતની ઓફિસ પાસે જાેવા મળતા હતા.
    હવે સવાલ એ ઉભો થાય છે કે, આ રવજી લાડ નામના વ્યક્તિની લાશ ગ્રામ પંચાયતની ઓફિસમાં આવી કઇ રીતી? અને જાે આ વ્યક્તિ એક દિવસ પહેલાથી ગ્રામ પંચાયતની ઓફિસમાં હતા તો ઓફિસની સંભાળ રાખનાર ઇસમ શું આ બાબતે અજાણ હતા? આવા અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. શું રવજી લાડનું મૃત્યુ કે પછી અન્ય કોઇ ઘટના બની તે અંગે તપાસ જરૂરી બની છે.

    Post Views: 609
    બલેશ્વરગ્રામ પંચાયતની ઓફિસમાંથી મળેલી શંકાસ્પદ લાશનું પોસ્ટમોર્ટમ કેમ ન કરવામાં આવ્યું?
    Previous Articleતાપીમાં રેતી ખનનને લઈ ફ્લાઈંગ સ્કવોર્ડના દરોડા
    Next Article 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સુરત શહેરમાં મોરબી ટંકારા મેમણ સમાજ દ્વારા નર્સરી થી ધોરણ 12 સુધી અને કોલેજના છોકરા છોકરીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.