Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Tuesday, June 16
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ડોક્ટરનું અપહરણ કરી ૬ કરોડની ખંડણી માંગી! ૩૦૦ રૂપિયા આપી છોડી દીધો

    ડોક્ટરનું અપહરણ કરી ૬ કરોડની ખંડણી માંગી! ૩૦૦ રૂપિયા આપી છોડી દીધો

    City Today DailyBy City Today DailyJanuary 28, 2025

    કર્ણાટક,તા.૨૮
    કર્ણાટકમાં, બદમાશોએ ડૉક્ટરનું અપહરણ કર્યું અને પછી તેના ભાઈને બોલાવીને ૬ કરોડ રૂપિયાની ખંડણી માંગી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી અને પોલીસ સક્રિય થઈ ગઈ હતી. આ ઘટનાના લગભગ ૧૪ કલાક પછી અપહરણકારોએ ડોક્ટરને છોડી દીધો અને બસના ભાડાના ૩૦૦ રૂપિયા પણ આપ્યા. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો?
    આ ઘટના બેલ્લારી જિલ્લામાં બની હતી, જ્યાં ૪૫ વર્ષીય ડૉક્ટર સુનિલ શનિવારે સવારે ૬ વાગ્યે સૂર્યનારાયણપેટમાં શનેશ્વર મંદિર પાસે મોર્નિંગ વૉક કરી રહ્યા હતા. આ દરમિયાન ટાટા ઈન્ડિગોમાંથી બદમાશો આવ્યા અને ડોક્ટરને બળજબરીથી કારમાં બેસાડ્યા. ત્યારબાદ બદમાશો તેમની કારને તેજ ગતિએ ભગાડી ગયા હતા. અપહરણની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ડો.સુનીલ બેલ્લારી જિલ્લા હોસ્પિટલમાં બાળરોગ નિષ્ણાંત તરીકે કાર્યરત છે. અપહરણ બાદ બદમાશોએ તેના ભાઈ વેણુગોપાલ ગુપ્તાને વોટ્‌સએપ પર ફોન કર્યો અને ડોક્ટરને છોડાવવાના બદલામાં ૬ કરોડ રૂપિયાની માંગણી કરી. અપહરણકર્તાઓએ જણાવ્યું હતું કે ૬ કરોડ રૂપિયામાંથી અડધી રકમ રોકડ અને બાકીની અડધી સોનાની હતી.
    ડોક્ટરના ભાઈ વેણુગોપાલ ગુપ્તા જિલ્લા દારૂ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ છે. તેણે ડોક્ટરના અપહરણ અને ખંડણી અંગે પોલીસને જાણ કરી હતી. જેના પર પોલીસે સર્ચ ઓપરેશન તેજ કરી તમામ માર્ગો બંધ કરી દીધા હતા. આ પછી બદમાશોએ ડોક્ટરને મોડી રાત્રે ર્નિજન જગ્યાએ છોડી દીધા અને બસમાં ઘરે જવા માટે ૩૦૦ રૂપિયા પણ આપ્યા.
    આ બાબત અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ડૉ.સુનીલ આઘાતમાં છે. બદમાશોને પકડવા માટે પોલીસ સર્ચ ઓપરેશન ચાલુ છે. પોલીસ ડોક્ટર પાસેથી બદમાશો વિશે માહિતી એકઠી કરી રહી છે. ડોક્ટરનો ભાઈ દારૂનો ધંધો કરે છે, તેથી અપહરણ પાછળ કોઈ ધંધાકીય અણબનાવ છે કે કેમ તેની તપાસ આ એંગલથી ચાલી રહી છે.

    Post Views: 841
    ડોક્ટરનું અપહરણ કરી ૬ કરોડની ખંડણી માંગી! ૩૦૦ રૂપિયા આપી છોડી દીધો
    Previous Articleશહેર સુરતના સુરત ડી.સી.બી. પોલીસ સ્ટેશન (ઈકો સેલ, સુરત) માં નોંધાયેલ બીટ કોઈન અંગેના GPID ના ગુન્હા કામે ધરપકડ થયેલ આરોપી – જાવીદ પીરૂભાઈ મુલતાની નાઓને રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરતી નામદાર સેશન્સ (સ્પેશ્યલ) કોર્ટ,
    Next Article ચૂંટણી ફંડમાં ભાજપ ટોચ પર પહોંચી કોંગ્રેસની આવકમાં ૧૭૦ ટકાનો ઉછાળો

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.