Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » DGVCL ભરતીકૌભાંડ-સ્માર્ટમીટર મુદ્દે અનંત અને ચૈતરનું ‘ગઠબંધન’, કેજરીવાલના ભાજપ-કોંગ્રેસ એક હોવાના નિવેદનના ૨૪ કલાકમાં જ કોંગ્રેસ-આપ એક

    DGVCL ભરતીકૌભાંડ-સ્માર્ટમીટર મુદ્દે અનંત અને ચૈતરનું ‘ગઠબંધન’, કેજરીવાલના ભાજપ-કોંગ્રેસ એક હોવાના નિવેદનના ૨૪ કલાકમાં જ કોંગ્રેસ-આપ એક

    City Today DailyBy City Today DailyJuly 4, 2025

    સુરત, તા.૦૪
    ગઇકાલે જ અમદાવાદમાં આપના સદસ્યતા અભિયાનના કાર્યક્રમ દરમિયાન અરવિંદ કેજરીવાલે વિસાવદરની જીત મુદ્દે કહ્યું હતું કે ભાજપ-કોંગ્રેસ એક છે. હવે કોંગ્રેસ જાેડે આપનું કોઈ ગઠબંધન નથી, પરંતુ આપ સંયોજકના આ નિવેદનને જાણે કે તેમની જ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીરતાથી ના લીધું હોય એમ લાગે છે અને આ નિવેદનને હજુ ૨૪ કલાક પણ નથી થયા ત્યાં આજે (૪ જુલાઈ) સુરતમાં ડીજીવીસીએલની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટમીટરના વિરોધમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ‘ગઠબંધન’ કરી વિરોધ કરી રહ્યા છે.
    ગુજરાતના રાજકારણમાં એકબીજાની કટ્ટર હરીફ ગણાતી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સુરતમાં ડીજીવીસીએલ (દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ)ની પરીક્ષામાં થયેલા કથિત અન્યાય અને સ્માર્ટમીટરના વિરોધમાં એકબીજા સાથે મળીને પ્રદર્શન કરી રહી છે. ૫ મહિના પહેલાં વિદ્યુત સહાયક માટેની પરીક્ષાનાં પરિણામ જાહેર થયાં બાદ પણ ૧૮૦૦થી વધુ પરીક્ષાર્થીઓને નિમણૂકપત્ર આપવામાં આવ્યા નથી.
    આ મુદ્દે આદિવાસી નેતાઓ ચૈતર વસાવા અને અનંત પટેલ કાપોદ્રા ખાતે આવેલી ડીજીવીસીએલની મુખ્ય કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. આ સમયે મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ તહેનાત કરાયા હતા.
    વિરોધપ્રદર્શન દરમિયાન બંને નેતાએ આક્ષેપ કર્યો છે કે આ ભરતીપ્રક્રિયા માટે દિલ્હીની એક કોન્ટ્રેક્ટ કંપનીને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે અને અન્ય લોકોની ભરતીપ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતીપ્રક્રિયામાં પાસ થનારા મોટા ભાગના પરીક્ષાર્થીઓ દક્ષિણ ગુજરાતના છ જિલ્લાના આદિવાસી સમાજના યુવાનો છે. આ જ કારણ છે કે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આ મુદ્દે સુરત ખાતે એક સમયે અને એકસાથે એકત્ર થઈ વિરોધપ્રદર્શન કર્યું હતું. ડીજીવીસીએલ ના એચ.આર. વિભાગના જનરલ મેનેજર એમ.ડી.બાજવાએ જણાવ્યું હતું કે સંસ્થામાં જે એપ્રેન્ટિસ લાઇનમેન એલસીડીટી પરીક્ષા પાસ કરે છે, તેમને લાઇનમેન તરીકે નિયુક્ત કરવામાં આવે છે. આ સંબંધિત તમામ યાદીઓ સંબંધિત સર્કલ પાસે ઉપલબ્ધ હોય છે. આ લાઇનમેનને એપ્રેન્ટિસશીપ માટે બોલાવવામાં આવે છે. સૌ પ્રથમ તેમનો પોલ ટેસ્ટ લેવામાં આવે છે અને ત્યારબાદ લેખિત પરીક્ષા લેવાય છે. હાલમાં જે ૧૮૦૦ ઉમેદવારોની યાદી ઉપલબ્ધ છે, તે લેખિત પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોની છે.

    Post Views: 251
    DGVCL ભરતીકૌભાંડ-સ્માર્ટમીટર મુદ્દે અનંત અને ચૈતરનું ‘ગઠબંધન’ કેજરીવાલના ભાજપ-કોંગ્રેસ એક હોવાના નિવેદનના ૨૪ કલાકમાં જ કોંગ્રેસ-આપ એક
    Previous Article૭૦ % મુસ્લિમ વસ્તી ધરાવતા કઝાકિસ્તાનમાં બુરખા પર પ્રતિબંધ,મહિલાઓ નહીં પહેરી શકે હિજાબ
    Next Article ભાગળ ચાર રસ્તા પાસે ચા બનાવવાના મશીનમાં બ્લાસ્ટ થતા અફરા તફરી મચી

    Related Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    June 11, 2026

    દસ વર્ષ જુના ચેક રિટર્નના 6 કેસોમાં કોર્ટનો ચુકાદો ઉલ્લાસનગરના વેપારી દંપતિ સામેના 80 લાખ ઉપરાંતના કેસમાં પત્નીની સહી કોર્ટમાં પુરવાર ન થઈ

    May 9, 2026

    ફોરેક્ષ ટ્રેડીંગમાં રૂા.૫૬,૯૨,૪૮૦/- ની છેતરપીડી કરવાના સાયબર ક્રાઈમનાં ગુનામાં આરોપી સોમપુરી કિશનપુરી ગૌસ્વામી નાઓનાં જામીન મંજુર કરતી નામદાર સેશન્સ કોર્ટ.

    April 20, 2026
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.