Close Menu
City Today Daily
    Facebook X (Twitter) Instagram
    Thursday, June 18
    Facebook X (Twitter) Instagram
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    City Today Daily
    • Home
    • ગુજરાત
    • સુરત
    • દેશ
    • દુનિયા
    • રાજનીતિ
    • બિઝનેસ
    • અપરાધ
    • શિક્ષણ
    • રોજગાર
    • ધાર્મિક
    • સંપાદકીય
    Home » ઈરાને કતારમાં અમેરિકાની વાયુ સેનાનુું કોમ્યુનિકેશન સેન્ટર નષ્ટ કર્યું

    ઈરાને કતારમાં અમેરિકાની વાયુ સેનાનુું કોમ્યુનિકેશન સેન્ટર નષ્ટ કર્યું

    City Today DailyBy City Today DailyJuly 11, 2025

    કતાર, તા.૧૧
    ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ગત મહિને સર્જાયેલા ભીષણ યુદ્ધમાં થયેલા નુકસાનનો ખુલાસો ધીમે ધીમે થઈ રહ્યો છે. ઈરાને આજે એક વીડિયો રજૂ કરી દાવો કર્યો હતો કે, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ગતમહિને થયેલા યુદ્ધમાં કતારમાં સ્થિત યુએસ કોમ્યુનિકેશન ફેસિલિટીને નષ્ટ થઈ હતી. ભારતમાં ઈરાનની એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર વીડિયો રજૂ કરી જણાવ્યું હતું કે, સેટેલાઈટ ઈમેજ દર્શાવે છે કે, ઈરાને ગતમહિને થયેલા યુદ્ધમાં કતારમાં સ્થિત અમેરિકાની સેનાના પ્રાઈમરી કોમ્યુનિકેશન્સ રેડોમને નષ્ટ કર્યું હતું. તેનું બીજુ રેડોમ કુવૈત આવેલું છે. ઉલ્લેખનીય છે, ઈરાનના દાવા પર કતાર કે અમેરિકાએ કોઈ નિવેદન આપ્યું નથી. અમેરિકાએ ગતમહિને બંકર બસ્ટર બોમ્બ વડે હુમલો કરી ઈરાનના ત્રણ પરમાણુ મથકોને ટાર્ગેટ બનાવ્યા હતાં. જેના જવાબમાં ઈરાને કતાર સ્થિત અમેરિકાના એરબેઝ પર હુમલો કર્યો હતો. ઈરાન ઈન્ટરનેશનલ અનુસાર, ખાનગી સેટેલાઈટ કંપની સેટેલોજિક દ્વારા ૨૪ જૂનના રોજ રજૂ કરવામાં આવેલી તસવીરોમાં રેડોમને નુકસાન થયુ હોવાનું સ્પષ્ટપણે દેખાય છે. અલ ઉદૈદ એરબેઝમાં સ્થિત આ રેડોમ એડવાન્સ્ડ જિયોડેસિક સ્ટ્રક્ચરમાં સ્થાપિત સંવેદનશીલ કોમ્યુનિકેશન્સ ઈક્વિપમેન્ટ છે. જે મધ્ય-પૂર્વમાં અમેરિકન સૈન્યની સૌથી મોટી સુવિધા છે. જેનો ઉપયોગ યુએસ સેન્ટ્રલ કમાન્ડ ના હેડક્વાર્ટરને ગુપ્ત અને સુરક્ષિત સંદેશાઓ પહોંચાડવા માટે થાય છે.

    Post Views: 484
    ઈરાને કતારમાં અમેરિકાની વાયુ સેનાનુું કોમ્યુનિકેશન સેન્ટર નષ્ટ કર્યું
    Previous Articleજનરેટરના ધુમાડાથી ગુંગળામણમાં ત્રણના મોત
    Next Article એસટી બસના ડ્રાઈવરે ૪ થી ૫ લોકોને કચડ્યા

    Related Posts

    મુસ્લિમ વોટ 1000 કરોડમાં વેચી નાખ્યા?*

    April 11, 2026

    ધાર્મિક સ્થળથી પથ્થર હટાવવા મામલે વિવાદ ભડકતા પથ્થરમારો : જયપુરમાં તણાવ, ઈન્ટરનેટ બંધ

    December 26, 2025

    ઉદયપુરમાં ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું

    December 26, 2025
    Latest Posts

    પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનમાં આવતી અદાલતોમાં કેસો ચલાવવા માટે કુલ 56 વકીલોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં સુરતના 10 વકીલોનો પણ સમાવેશ

    ભુજ ધોબી ઘાટ મધ્યે ભુજ અંજાર ધોબી જમાત યુવા સર્કલ વિદ્યાર્થી સન્માન સમારોહ પ્રસંગનું સફળતાપૂર્વક આયોજન

    રાજયના તમામ શહેર-જિલ્લાઓના રાજકીય, સામાજિક અને એડવોકેટશ્રીઓને પ્રતિનિધી મંડળ દ્વારા સ્થાનિક પોલીસ તંત્રને અચૂક રજૂઆત કરવા અપીલ

    ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, જીપીસીસી વરિષ્ઠ આગેવાન – પૂર્વ ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખ અને પૂર્વ ધારાસભ્યશ્રી મોહંમદ જાવેદ પીરઝાદાની રજૂઆત બાદ પશુઓનું કાયદેસર પરિવહન કરનારા લોકોની કનડગત ન કરવા અંગે રાજ્યના પોલીસવડાનો પરિપત્ર

    Facebook X (Twitter) Instagram Pinterest
    © 2026 www.citytodaydaily.co.in | www.WizInfotech.com.

    Type above and press Enter to search. Press Esc to cancel.