મિશ્રીખાન જુમેખાન બલોચની હત્યાને મોબ લિન્ચિંગ ગણી નામદાર સુપ્રિમ કોર્ટે રીટ પીટીશન (સીવીલ) નં. ૭૫૪/૨૦૧૬, તેહશીન એસ. પુનાવાલા વિ. યુનીયન ઓફ ઈન્ડિયા અને બિજાઓ ના કેસમાં આપેલ ચુકાદા મુજબ અને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીએ તારીખ ૨૪/૦૭/૨૦૧૮ ના પરિપત્ર યોગ્ય, તટસ્થ અને ઝડપથી તપાસ કરવા માંગ કરાઇ
(સિટી ટુડે) અમદાવાદ,તા.૨૪
તારીખ ૨૩/૦૫/૨૦૨૪ ના રોજ આશરે સાડા પાંચ વાગ્યાના સુમારે મિશ્રીખાન જુમેખાન બલોચ રહેવાસી, સેસણ નવા, તા. દિયોદર, જી. બનાસકાંઠા, ધર્મે મુસ્લિમ, ધંધો મંજૂરી, પીકપડાલા જેનો રજીસ્ટ્રેશન નં. ય્ત્ન૦૧ઠઠ૭૨૨૧ છે તેમાં ભેંસો ભરી બનાસકાંઠાની ડીસા-થરાદ હાઈવે પર હુસેનખાન બલોચ સાથે જતા હતા. ત્યારે આગથલા ગામની નજીક સ્કોર્પિયો કારમાં ગૌરક્ષક સભ્યો અખેરાજસિંહ વાધેલા અને તેઓના સાથીઓએ ગાડી ઉભી રાખી જીવલેણ હથિયારો વડે મોબલિન્ચિંગ કરી હત્યા કરેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અખેરાજસિંહ વાધેલા અને તેઓના સાથીઓ ગુનાહીત ઇતિહાસ ધરીવીએ છીએ અને પોતાને ગૌરક્ષક જણાવે છે. વધુમાં અખેરાજસિંહ વાધેલા ની અગાઉ પણ મોબલિન્ચિંગ ના ગુનામાં સંડોવણી થયેલ હતી અને તેઓની હાલમાં જ પાસા માં છુટી બહાર આવેલ છે. પરંતુ ઉપરોક્ત મોબ લિન્ચિંગ ધટના બાદ પોલીસ અધિકારી ધટના સ્થળે પહોંચેલ પરંતુ કોઈ પણ તપાસ વગર મોબ લિન્ચિંગ ની જગ્યાએ પોલિસ અધિકારીએ ધટનાને જુની અદાવત બતાવી અખેરાજસિંહ વાધેલા અને તેઓના સાથીઓ વિરૂદ્ધ ઈ.પી.કો. ની કલમ ૩૦૨, ૩૪૧, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૬(૨), ૧૨૦(બી) અને જી.પી. એકટની કલમ ૧૩૫ મુજબનો ગુનો નોંધેલ છે. વધુમાં જણાવાનું કે, નજરે જાેનાર સાહેદો પણ સ્વીકારેલું છે કે ગુજરનાર મિશ્રીખાન જુમૈખાન બલોચની મોબ લિન્ચિંગ કરી હત્યા કરેલ છે તેમ છતાં પોલીસ અધિકારી પોતાની જવાબદારી અને ફરજાેથી છટકવા કોઈ પણ તપાસ વગર જુની અદાવત બતાવી ગુનો નોંધેલ છે તે ગેરાકાયદેસરનું અને ગેરબંધારણીય છે.
ધારાસભ્ય ઇમરાનખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ જણાવ્યું હતું કે, મોબ લિન્ચિંગ ગંભીર પ્રકારનો ગુનો છે અને તેનો અસર દેશ-રાજયના એકતા, અખંડતા અને કાયદા અને પરિસ્થિતિ ઉપર થાય છે. જેથી સરાકારશ્રીએ મોબ લિન્ચિંગ ના ગુનાને ઈ.પી.કો. ની કલમ- ૧૫૩(એ) માં સમાવેશ કરવાનો ર્નિણય લીધેલ છે. વધુમાં દરેક વિસ્તાર માં નોડલ અધિકારીની નિમણૂક કરી અને મોબલિન્ચિંગની ધટનાઓને કાબુ માં રાખવાની ફરજ આપવામાં આવેલ છે. વધુ જણાવવાનું કે, લોકોના ટોળા દ્વારા કોઈ ચોક્કસ સમુદાયના વ્યકિતને કોઈ ચોક્કસ મુદ્દાને લઈને જે હિંસા (જેને અંગ્રેજીમાં Iynching કહેવામાં આવે છે) કરવામાં આવે છે તે સંદ્રર્ભે નામદાર સુપ્રિમ કોર્ટે રીટ પીટીશન (સીવીલ) નં. ૭૫૪/૨૦૧૬, તેહશીનએસ. પુનાવાલા વિ. યુનીયન ઓફ ઈન્ડિયા અને બિજાઓ ના કેસમાં આપેલ ચુકાદામાં વિગતવાર આદેશો કરેલ છે. વધુમાં આ ચુકાદામાં નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા ગૌરક્ષા, જીવદયા કે અન્ય હેતુઓની પ્રાપ્તિ માટે બનેલ સંગઠનોના કાર્યકરો દ્વારા સામુહિક કે વ્યક્તિગત રીતે તેમજ અન્ય નાગરિકો કે ટોળા દ્વારા કાયદો હાથમાં લઈને થતા હિંસાત્મક બનાવો અટકાવવા માટે અને આવા બનાવો બને ત્યારે લેવા પાત્ર પગલાઓ અંગે વિસ્તૃત આદેશો કરેલ છે. તેમ છતાં નામદાર સુપ્રિમ કોર્ટેના આદેશોનું પાલન કરવામાં આવતો નથી અને ખુલ્લેઆમ મોબલિન્ચિંગ કરવામાં આવી રહેલ છે.
વધુ જણાવ્યું કે, નામદાર સુપ્રિમ કોર્ટે દ્વારા Arumugam Servai vs. State of Tamil Nadu માં અપાયેલ ચુકાદા મુજબ જાે એ બાબત ફલિત થાય કે કોઈ અધિકારી દ્વારા આ પ્રકારની પટના બનવા અંગેની આગોતરી માહિતી હોવા છતા ધટના બનતી રોકવા પ્રશ્નનો કરવામાં આવેલ નથી અથવા તો આવી ધટના બનવા બાદ તાત્કાલિક પગલા લઈને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી
આવી, તો તેવા અધિકારી વિરૂધ્ધ નિયમોનુસાર ખાતકીય શિસ્તવિષયક હાથ ધરવાની રહેશે, એવુ ચુકાદામાં સપ્પષ્ટપણે આદેશ કરવામાં આવેલ છે.
નામદાર સુપ્રિમ કોર્ટે રીટ પીટીશન (સીવીલ) નં. ૭૫૪/૨૦૧૬, તેહશીન એસ. પુનાવાલા વિ. યુનીયન ઓફ ઈન્ડિયા અને બિજાઓ ના કેસમાં આપેલ ચુકાદા બાદ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીએ તારીખ ૨૪/૦૭/૨૦૧૮ ના પરિપત્ર થી નોડેલ અધિકારીની નિમણૂક કરવા, લિંન્ચિંગ ની હિંસાઓ અટકાવવા જરૂરી પગલા લેવા, ભુતકાળમાં બનેલ લિન્ચિંગ વિસ્તારોમાં અસરકારક પેટ્રોલિંગ કરવુ, ઈ.પી.કો. ની કલમ- ૧૫૩(એ), સમયમર્યાદામાં ચાર્જશીટ કરવી વિગેરે અંગેની સ્પષ્ટ સૂચના આપવામાં આવેલ છે. પરંતુ હાલના કેસમાં પરિપત્રવિરૂદ્ધપોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહેલ છે.
જેથી ઉપરોક્ત ધટના જુની અદાવત અંગેની ધટના ન હોય મોબલિન્ચિંગની પટના હોઈ જેથી તે પટનાને મોબ લિન્ચિંગનો ગુનો ગણી નામદાર સુપ્રિમ કોર્ટે તેહશીન એસ. પુનાવાલા વિ. યુનીયન ઓફ ઈન્ડિયા અને બિજાઓ માં આપેલ આદેશ મુજબ અને પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીએ તારીખ ૨૪/૦૭/૨૦૧૮ ના પરિપત્ર મુજબ યોગ્ય, તટસ્થ અને જડપથી તપાસ કરવા ધારાસભ્ય ઇમરાનખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખએ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીને પત્ર લખી માંગ કરી છે.