સત્ય મેવ જયતેબુ
લડોઝર પર સુપ્રીમ જજમેન્ટહ
વે મોબલીચીંગ અને ભડકાઉ ભાષણ ઉપર થશે સુપ્રીમ સંગ્રામ
સિટીટુડે: અમદાવાદ:૧૪
જમીયતે ઉલમા એ હિન્દ સહિતની સંસ્થાઓ તથા માનવ અધિકારો માટે લડતા સંગઠનોના સંકલન અને સાથ સહકાર દ્વારા મોબલીચીંગ અને ભડાકઉ ભાષણો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવવાના પ્રયાસ કરવામાં આવશે
સત્યમેવ જયતે-આ ભારતનું રાષ્ટ્રીય વાક્ય છે જેનો અર્થ થાય છે – સત્ય જ જીતે છે, સત્ય ની જ હંમેશા જીત થાય છે.
ગરીબોના આશિયાના-ઘરોને ઉજાડનાર બુલડોજર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચૂકાદા માટે અમો આભાર વ્યક્ત કરીએ છીએ. તેમજ આઝાદી પછી અત્યાર સુધી દરેક વખતે દેશના ગરીબ અને નિઃસહાય જનતાનો સહારો બનનાર તેમજ આઝાદી માટે ઉલેમાઓની શહાદત દ્વારા દેશની ગંગા જમુની તહેજીબ ને સિંચનાર જમીયત એ ઉલમા એ હિન્દ ને પણ આ લડાઈ ને કાનૂની રીતે લડી ને જેવી રીતે ગરીબ- નિઃસહાય લોકોને ન્યાય અપાવ્યો, તેને પણ હૃદયપૂર્વક સલામ કરીએ છીએ. સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી દેશભરને એક સંવૈધાનિક દોરી માં બાંધીને રાખનાર કોરોડ લોકો ની સાથે અમોને પણ આશાનું કિરણ દેખાયુ છું. હવે સુપ્રિમ કોર્ટ દેશભરમાં થઈ રહેલી મોબલીચીંગ અને ખાસ કરીને ભડકાઉ ભાષણ વિરુદ્ધ સ્વતઃ સંજ્ઞાન લઈ એક વધુ ઐતિહાસિક ચૂકાદો સંભળાવી દેશભરમાં કાનૂન નું રાજ પ્રસ્થાપિત કરશે અને ૨૦૧૮ના તહેસીન પુનાવાલા જજમેન્ટ માં ભડકાઉ ભાષણ અને મોબલીચીંગ બાબતે જે દિશા નિર્દેશ આપવામાં આવ્યા હતા તેને ઘોળીને પી જનાર સરકારોને સાચો કાનૂની રસ્તો દેખાડશે.
વિચારવા લાયક બાબત છે કે સરકારને સુપ્રિમ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યુ હતું કે દેશમાં જયાં પણ ભડકાઉ ભાષણો થાય છે તેને સુઓમોટો સંજ્ઞાન લઈ સ્થાનિક પ્રસાશન તેની વિરુદ્ધ સન્ન કાનૂની પગલાં લે અને દરેક જિલ્લા અને તાલુકામાં એક નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવે. તેનું ધ્યાન મોબલીચીંગ અને ભડકાઉ ભાષણ ઉપર રહેશે પરંતુ ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે સુપ્રિમ કોર્ટના ૨૦૧૮ ના તહેસીન પૂનાવાલા જજમેન્ટની આજે ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, સાંસદો તેમજ ધારાસભ્યો ખુલ્લેઆમ ધજિયો ઉડાવી રહ્યા છે. જેવી રીતે ખુદ પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ, દેશ ના સૌથી મોટા રાજયના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રામગિરી મહારાજ, ધારાસભ્ય નિતીશ રાણે અને અસમના મુખ્યમંત્રી હેમંતા બિસવા સરમા સહિત સંવૈધાનિક પદો પર બેઠેલા કેટલાય લોકો સુપ્રિમ કોર્ટની ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરે છે અને આમાંથી કેટલાક લોકો વિરુદ્ધ કેસો પર દાખલ થયેલા છે પરંતુ પ્રસાશન તેમની વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતું નથી. આ બાબતે સુપ્રિમ કોર્ટે સુઓમોટો-સ્વતઃ સંજ્ઞાન લઈ આરોપીઓ વિરુદ્ધ આર્ટિકલ ૨૫૬ હેઠળ સુપ્રીમ કોર્ટનું ઉલ્લંથન કરવા બાબતે કેસ દાખલ કરી સધ કાર્યવાહી કરવા માટે આદેશ આપવા જોઈએ.
જમીયતે ઉલમા એ હિન્દ સહિતની સંસ્થાઓ તથા માનવ અધિકારો માટે લડતા સંગઠનોના સંકલન અને સાથ સહકાર દ્વારા મોબલીચીંગ અને ભડાકઉં ભાષણો વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવવાના પ્રયાસ કરવામાં આવશે.
૨૦૧૮માં સુપ્રીમ કોર્ટ દ્વારા મોબલીચીંગ અને ભડકાઉ ભાષણો વિરુદ્ધ કાર્યવાહી કરવા ગાઈડ લાઈન આપવામાં આવી હતી કે દેશના દરેક જિલ્લાઓમાં નોડલ અધિકારીઓની નિમણુંક કરવી તેમજ પ્રસાશન દ્વારા સુઓમોટો ફરિયાદ દાખલ કરવા જણાવ્યુ હતું. પરંતુ આજ દિન સુધી સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો પાલન કરવામાં આવ્યો નથી. ભડકાઉ ભાષણો આપનારા સામે ફરિયાદો દાખલ કરવા છતાં પ્રશાશન દ્વારા કોઈપણ પગલા લેવામાં આવ્યા નથી. આમ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો અનાદર કરવામાં આવી રહ્યું છે. આર્ટિકલ ૨૫૨ હેઠળ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનના અનાદર બાબતે તેમજ મોબલીચીંગ અને ભડકાઉ ભાષણો સામે સખ્ત રીતે કાનૂની કાર્યવાહી થાય અને આરોપીઓ સામે યુએપીએ હેઠળ સપ્ત કાનૂની કાર્યવાહી કરવાની માંગણી સંદર્ભે કાનૂની પાસાઓનું સંપૂર્ણ અભ્યાસ કરી ૨૦૧૮ ની તહેસીન પુનાવાલા કેસના સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં આપેલ ગાઈડ લાઈનનું ચુસ્તપણે અમલ કરાવવા સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવવામાં આવશે.
અમોને આશા છે કે સુપ્રિમ કોર્ટ આ બાબતે સંજ્ઞાન લઈ ૨૦૧૮ ના તહેસીન પૂનાવાલા જજમેન્ટને લાગુ કરાવીને દેશભરમાં કાનૂની વ્યવસ્થા, ભાઈચારો અને સદભાવના નું વાતાવરણ બનાવવા પોતાનું યોગદાન જરુરથી આપશે. જેનાથી દેશની જનતા અને ખાસ કરીને ગરીબ નિઃસહાય જનતાનો વિશ્વાસ દેશની ન્યાય પાલિકા પ્રત્યે પુનઃ દૃઢ થતો જશે.ગ્યાસુદ્દીન શેખ – પૂર્વ ધારાસભ્ય