ગુજરાતના ૭૦ લાખ મુસ્લિમો વતી ડો. ઉદિત રાજનું અમદાવાદ ખાતે સન્માન કરાશે
(સિટી ટુડે) અમદાવાદ, તા.૧૮
૧લી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ નવી દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં કોગ્રેસ પક્ષના પૂર્વ સાસંદ, રાષ્ટ્રીય પ્રવકતા, દલિત સમાજના ટોચના રાષ્ટ્રીય નેતા જે હાલમાં (દલિત, ઓબીસી, માઈનોરીટી, આદિવાસી)ના DOMA રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. ઉદિતરાજજી દ્વારા આયોજિત સંમેલનમાં ૧ લાખ બહુજન સમાજની ઉપસ્થિતિમાં કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગેજીની અધ્યક્ષસ્થાને સૌપ્રથમ વાર સંવિધાન બચાવો – વકફ બચાવો – ઈવીએમ હઠાવો – જાતિજનગણના કરાવી અનામતની મર્યાદા ૫૦ ટકા થી વધારી જનસંખ્યા મુજબ કરો – ના નારા સાથે ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.
ડો. ઉદિત રાજે પોતાના ઉદબોધનમાં દઢ સંકલ્પ ઉચ્ચારતાં જણાવ્યુ હતું કે બહુજન સમાજે સંગઠિત થઈને સંવિધાનની રક્ષાની લડાઈ લડવા આગળ આવવાથી જ કટ્ટર હિન્દુત્વને નબળું પાડી શકાશે. દલિત, ઓબીસી અને આદિવાસી સમાજે સાથે મળીને વક્ક મુદ્દે મુસ્લિમ સમાજની પડખે ઉભા રહી લડત માટે આગળ આવવા આહવાન કર્યુ હતું. DOMA પરિસંઘનો સતત પ્રયાસ રહ્યો છે દલિત, ઓબીસી, મુસ્લિમ, આદિવાસી સમાજના સંવૈધાનિક અધિકાર, સામાજિક ન્યાય, બિનસાંપ્રદાયિકતા પ્રત્યે પ્રતિબદ્ધ બહુજન સમાજ સંગઠિત થવાથી જ ઝેર ઓકતી કોમવાદી, ફાસીવાદી વિચારધારા વિરુદ્ધ વિજય પ્રાપ્ત કરી શકશે.
ગેરસંવૈધાનિક રીતે ભાજપ શાસિત સરમુખત્યાર કેન્દ્ર સરકારે બહુમતીના જોરે વકફ બિલને મંજૂરી આપતાં નવા વકફ કાયદા વિરુદ્ધ ડો. ઉદિત રાજે DOMA પરિસંઘ વતી સુપ્રિમ કોર્ટમાં પીટીશન દાખલ કરી બહુજન સમાજમાંના એક મુસ્લિમ સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા, દૃઢ સિદ્ધાંતો અને મૂલ્યોના સંકલ્પની અનુભૂતિ કરાવવા બદલ ગુજરાતના ૭૦ લાખ મુસ્લિમો વતી DOMA પરિસંઘ અને ડો. ઉદિત રાજજીનો ખૂબ ખૂબ આભાર.
૧લી ડીસેમ્બર ૨૦૨૪ના નવી દિલ્હી ખાતે DOMA પરિસંઘના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે મને ડો. ઉદિતરાજજી દ્વારા આમંત્રણ આપવામાં આવતા ઐતિહાસિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું સદભાગ્ય સાંપડયુ હતું. મેં પ્રવચનમાં કહ્યું હતું કે ખડગેજી, રાહુલજી અને પ્રિયંકાજી મુસ્લિમ સમાજના પ્રશ્નોને મહત્વ આપે જ છે પરંતુ કોગ્રેસ પક્ષના પ્રદેશ એકમો તથા INDIA ગઠબંધનના પક્ષો મૌન ધારણ કરીને બેઠા છે. કોગ્રેસ પક્ષની આગેવાની હેઠળના INDIA ગઠબંધનના સાથી પક્ષોએ મુખર થઈ મુસ્લિમ સમાજને થતા અત્યાચારો વિશે સંસદમાં અવાજ બુલંદ કરવા વાત રજૂ કરી હતી.
ઉપરાંત મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, જમીયતે ઉલમાએ હિન્દ (અર્શદ મદની) દ્વારા મુસ્લિમ સમાજના સંવૈધાનિક અધિકારના રક્ષણ માટેની સુપ્રિમ કોર્ટની કાનૂની લડતમાં કોગ્રેસ પક્ષે રાજ્યસભાના સાંસદ અને સીનીયર એડવોકેટ અભિશેક મનુસીંઘવી તથા સલમાન ખુરશીદ સાહેબની માનદ સેવા પૂરી પાડવા વિનંતી કરી હતી.
શ્રી ખડગેજીએ મારા પ્રવચનના પ્રત્યુત્તરમાં કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ પ્રતિબદ્ધ છે કે કોંગ્રેસ પક્ષ અને રાહુલજી રાજકીય નફા નુકસાનની પરવા કર્યા વિના મક્કમતાથી સંવિધાનના રક્ષણ માટે નફરત છોડો – ભારત જોડો- ના નારા સાથે દેશની ૧૪૦ કરોડ જનતાના અધિકારો માટે લડાઈ લડી રહ્યા છે. શ્રી ખડગેજીએ ખાતરી ઉચ્ચારી હતી કે કોગ્રેસ પક્ષ અને INDIA ગઠબંધના પક્ષો. વર્તમાન શિયાળુ સંસદ સત્રમાં ભેદભાવ વગર મુસ્લિમ સમાજને પણ સંવૈધાનિક અધિકારો સહિત સમાન ન્યાય અને રક્ષણ પ્રાપ્ત થાય માટે સંસદમાં અવાજ બુલંદ કરશે તથા સુપ્રિમ કોર્ટની કાનૂની લડતમાં પક્ષના વરિષ્ઠ એડવોકેટ દ્વારા કાનૂની સહાયતા પ્રદાન કરશે.