સુરત, તા.૨૭
સુરતમાં વધુ એક માસૂમ બાળકી પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી ૬ વર્ષની બાળકી પર તેના પાડોશમાં જ રહેતા એક શખસે દુકર્મ આચર્યાનું સામે આવ્યું છે. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યારે આરોપી ફરાર હોઈ, પોલીસે તેની શોધખોળ કરી રહી છે.
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં રહેતી ૬ વર્ષની બાળકીને તેના પાડોશમાં જ રહેતા શખસે હવસનો શિકાર બનાવી છે. ૬ વર્ષીય બાળકીનાં માતા-પિતા કામ અર્થે બહાર ગયાં હતાં ત્યારે માસૂમ બાળકી તેના કાકા પાસે હતી. કાકા નાઈટ શિફ્ટ કરીને આવ્યા હોઈ, ઊંઘી ગયા હતા. ત્યારે પાડોશમાં જ રહેતો શખસ બાળકીને ઉઠાવી તેના ઘરે લઈ ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. બાળકી રડતાં રડતાં તેના ઘરે પરત ફરી હતી અને કાકાને જાણ કરી હતી. હાલ બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આરોપી હજીરાની એક કંપનીમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે.
