ગુજરાત : 26
પણ થોડા દિવસથી સાયબર માફિયાઓએ લોકોને લૂંટવાનો નવો રસ્તો અપનાવ્યો છે. હવે સાયબર માફિયાઓ કુરિયર કરનાર લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે ગુજરાતમાં સાયબર માફિયાઓનો અનેક લોકો ભોગ બની રહ્યા છે. તમે કુરિયર કર્યું હોય અને અજાણ્યા નંબર પરથી પોલીસ કે કસ્ટમના નામે ફોન આવે તો કટ કરવામાં જ તમારું હિત છે. કારણ કે, સાયબર માફિયાઓ હવે પોલીસ કે કસ્ટમના નામે ઓળખ આપી સ્કાઇપ એપ્લિકેશન ડાઉનલોડ કરાવે છે અને તેમાં વીડિયો કોલ કરી સ્ટેટમેન્ટ આપવાનું કહે છે. વીડિયો કોલમાં આ લોકો તમારા કુરિયરમાં ડ્રગ્સ છે અથવા તમારી પર મનીલોન્ડરિંગ કેસ થશે તેવી ધમકી આપે છે. આથી લોકો ડરી જાય છે અને ડરના માર્યા સાયબર માફિયાઓને લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી દે છે. ગુજરાતમાં તાજેતરમાં જ આવા ચાર કિસ્સા સામે આવ્યા છે.
સુરતમાં >
સુરતમાં કેમિકલ વેપારીને સાડા નવ કલાક વીડિયો કોલ ચાલુ રખાવી ડિજિટલ એરેસ્ટ કરી સાયબર માફિયાઓએ 23.30 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપતા સાયબર માફિયાઓએ વેપારી પાસે પરિવાર અને ધંધાની તમામ માહિતી મેળવી હતી અને તે અંગે વાત કરી ધમકાવતા હતા.
સમગ્ર મામલો શું છે >
સુરતના ભટાર ખાતે રહેતા અને પાંડેસરામાં યુનિટ ધરાવતા 58 વર્ષીય કેમિકલ વેપારી રમેશભાઈ ગત 5 માર્ચના રોજ ઘરે હાજર હતા. ત્યારે સવારે 8.30 વાગ્યે અજાણ્યા મોબાઈલ નંબર પરથી એક વ્યક્તિએ ફોન કરી પોતાની ઓળખ ફેડેક્સમાંથી અલ્પેશ તરીકે આપી. તમે મુંબઈથી તાઈવાન મોકલેલા પાર્સલને મુંબઈ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગે સીઝ કર્યું છે. તેમાં 5 પાસપોર્ટ, 4 ક્રેડિટ કાર્ડ, એક લેપટોપ, 200 ગ્રામ એમડીઆરટી, એક સાડી અને 4 કિલો કપડાં છે. તેવું કહેતા રમેશભાઈએ પોતે આવું કોઈ પાર્સલ મોકલ્યું નથી તેમ કહ્યું હતું. આથી તે વ્યક્તિએ રમેશભાઈને તમે એકવાર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરી ત્યાં હકીકત જણાવજો તેમ કહી એક નંબર આપ્યો હતો.