(સિટી ટુડે) વડોદરા,તા.૦૪
તારીખ ૦૩/૦૫/૨૦૨૪ શુક્રવારના રોજ શગુન હોલ વડોદરા ખાતે વડોદરા શહેર લોકસભા ચૂંટણીને અનુલક્ષીને લઘુમતી સમાજ માટે ની સંયુકત મીટીંગ નું આયોજન કરવામાં આવ્યુ હતું, મીટીંગ માં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, વડોદરા શહેર લોકસભા બેઠકના ઉમેદવાર જસપાલસિંહ પઢિયાર, વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જાેશી પ્રદેશ કોંગ્રેસ આગેવાન યુનુસ પટેલ સાહબ, ચિરાગ શેખ સાહબ, આઈ. ડી. પટેલ સાહેબ, એડવોકેટ અસ્ફાક મલેક સાહબ તેમજ વડોદરા શહેર કોંગ્રેસ પક્ષ ના આગેવાનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા.