ગાંધીનગર લોકસભાની વેજલપુર વિધાનસભાના ૧.૩૫ લાખ મુસ્લિમ મતદારોને તેમના સંવૈધાનિક લોકશાહી ઢબે મતદાન કરવાના અધિકારથી વંચિત રાખવાનું ષડયંત્ર
(સિટી ટુડે) સુરત,તા.૦૪
સુરતના લડાયક વરિષ્ઠ નેતા અસલમ સાયકલવાલાએ ગુજરાત ઈલેકશન કમીશનને મતદારોને સ્લીપો મળી રહી નથી બારડોલી લોકસભા સીટ ઉપર કામરેજ, બારડોલી અને માંગરોલ વિધાનસભા તેમજ નવસારી લોકસભા સીટમાં લિંબાયત, ઉધના અને ચોર્યાસી તાલુકા વિધાનસભામાંથી વોટર સ્લીપ નહી મળવાની ઈલેકશન કમિશનમાં ફરિયાદ કરી છે.
સૌથી ચોકાવનારી બાબત ગાંધીનગર લોકસભા જ્યાંથી કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે ત્યાંની વેજલપુર વિધાનસભા વિસ્તારમાં આજ દિન સુધી ૮૦ ટકા સ્લીપો ની વહેંચણી કરવામાં આવી નથી. ગાંધીનગર લોકસભામાં આવેલ વેજલપુર વિધાનસભા મતવિસ્તાર કે જયાં મુસ્લિમ મતદારોની વસ્તી ૧.૩૫ લાખથી વધુ છે. મુસ્લિમ મતદારોને તેમના સંવૈધાનિક અધિકારથી વંચિત રાખવા ભાજપ દ્વારા કારસો રચવામાં આવ્યો છે.
ગુજરાતની વિવિધ લોકસભા જેવી કે આણંદ, બનાસકાંઠા, વલસાડ, જામનગર, કચ્છ, સાબરકાંઠા, અમરેલી, આણંદ, સુરેન્દ્રનગર, પાટણ, જૂનાગઢ લોકસભા મત વિસ્તારોમાં મુસ્લિમ મતદારો નિર્ણાયક છે તે સ્થળે ઈલેકશન કમિશનના અધિકારીઓ દ્વારા વોટર સ્લીપની વહેંચણી બાબતે નિષ્પક્ષ રીતે ફરજ બજાવવામાં રાજકીય દબાણ હેઠળ ચૂક કરી રહ્યા છે. અમદાવાદ પશ્ચિમમાં દરિયાપુર, જમાલપુર ખાડિયા તેમજ દાણીલીમડામાં મુસ્લિમ મતદાતાઓ વધુ પ્રમાણમાં છે. તે સ્થળે પણ વોટર સ્લીપ ન મળવાની ફરિયાદો ઉઠવા પામેલ છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ૭ મેના રોજ થનાર છે. ચૂંટણીમાં હવે થોડોજ સમય બાકી છે. ગુજરાત અને અમદાવાદની મુસ્લિમ મતદારોની સંખ્યા નિર્ણાયક હોય તેવા સ્થળે ઈલેકશન કમીશનની વોટર સ્લીપ ન મળવાની ફરિયાદો ઉઠવા પામેલ છે. આ સ્લીપની વહેંચણી સંપૂર્ણ રીતે નિષ્પક્ષ અને લોકો મતદાન કરવાના સંવૈધાનિક અધિકારથી વંચિત ના રહે તે માટે ભાજપના ઈશારે કામ કરતા ઈલેકશન કમિશનના અધિકારીઓ અને blo ની સામે લોકશાહીની હત્યાના ગુના હેઠળ ચીફ ઈલેકશન કમિશન દ્વારા કાનૂની પગલાં લેવા જાેઈએ.આ બાબતે ઈલેકશન કમિશન દ્વારા તમામ વિધાનસભાના ero ને આદેશ આપવામાં આવે કે સ્લીપોની વહેંચણી વહેલી તકે કરવામાં આવે જેથી ઇલેકશન કમિશનની ગાઇડલાઇન મુજબ ચૂંટણીના પાંચ દિવસ પહેલા તમામ મતદાતાઓને સ્લીપ વહેંચણીની કામગીરી સંપૂર્ણ રીતે પૂર્ણ થવી જાેઈએ. કોંગ્રેસ દ્વારા ઇલેકશન કમિશનરને ફરીયાદ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા માંગ કરી છે.
- ફરીયાદમાં કોંગ્રેસની અપીલઃ મતદારોને મતદાર સ્લીપ મેળવવામાં કનડગત થાય તો તાત્કાલિક પોતાના બુથના મ્ન્ર્ં નો સંપર્ક કરી મતદાતા સ્લીપ મેળવવી જાેઈએ. સ્લીપ મેળવવા માટે મતદાતાઓ ઈલેકશન કમીશનના ૧૯૫૦ નંબર ઉપર ECI Election Card No. નાખી SMS કરીને પોતાના મોબાઈલ નંબર ઉપર બુથ નં. અને ક્રમ નંબર, નામ સાથે જીસ્જી થી માહિતી પ્રાપ્ત કરી શકશે. ઈલેકશન કમિશનની વોટર હેલ્પલાઈન નામની એપ મોબાઈલમાં ડાઉનલોડ કરી ઈલેકશન કાર્ડ નંબર નાખી સર્ચ કરાશે તે મતદારનું નામ, બુથ નંબર, ક્રમ નંબરની સ્લીપ મેળવી શકશે. ગુજરાતની સામાજિક સંસ્થાઓ, એક્ટીવીસ્ટો અને રાજકીય આગેવાનોએ મતદારોને મતદાન સ્લીપ મળી રહે તે માટે માહિતી પૂરી પાડી સ્લીપ મેળવવા સક્રિય થઈ પોતાની નૈતિક ફરજ નિભાવે.