સુરત, તા.૨૫
સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ અને બીઆરટીએસ બસો દ્વારા છાશવારે અકસ્માત કર્યાની ઘટના સામે આવતી રહે છે, ત્યારે અમરોલી બ્રિજ પરથી પસાર થઈ રહેલી મહિલા કોર્પોરેટરની ગાડીને બીઆરટીએસ બસે પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી માં કેદ થઈ હતી. જેમાં કારચાલકે અચાનક બ્રેક મારતા અકસ્માત સર્જાયો હોવાનું કેદ થયું છે.
ગતરોજ અમરોલી બ્રિજ ખાતે પસાર થઈ રહેલી મહિલા કોર્પોરેટરની સ્વીફ્ટ કારને પાછળથી આવી રહેલી બીઆરટીએસ બસે જારદાર ટક્કર મારી હતી. જેના કારણે કાર આગળ પસાર થઈ રહેલા વાન સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેને પગલે કારને ભાર નુકસાન થયું હતું. આ ઘટના બસની અંદર રહેલા સીસીટીવીમાં કેદ થઈ હતી. આ અકસ્માતમાં બસ અને કાર સહિત ત્રણ જેટલા વાહનોને નુકસાન થયું હતું. આ મામલે પાલિકામાં પણ રિપોર્ટ કરવામાં આવ્યો છે. જેમાં કોર્પોરેટરની કારને બીઆરટીએસ બસચાલકે અકસ્માત કર્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ સાથે બસમાં અને કારમાં થયેલા નુકસાનની વિગત પણ આપવામાં આવી છે. જ્યારે કારચાલક દ્વારા અચાનક બ્રેક મારવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, મોટાભાગના કિસ્સાઓમાં સિટી અને બીઆરટીએસ બસનાં ચાલકો દ્વારા ઓવર સ્પીડ અને ગફલતભરી રીતે વાહન હંકારતા અકસ્માતો થતાં હોય છે.
આ Âસ્થતિમાં લોકોમાં પણ ભારે રોષ જાવા મળતો હોય છે. જાકે, હવે સુરત શહેરમાં સામાન્ય વાહનચાલકો તો ઠીક પણ ખુદ કોર્પોરેટરોની ગાડીઓ પણ સલામત નથી તેવું ચિત્ર ઉપસ્યું છે.
