(સિટી ટુડે) સુરત,તા.૦૩
નામદાર કોર્ટ દ્વારા આરોપીએ ફરીયાદી પાસેથી નાણાં લીધેલ હોય તેવી હકીકત સાબિત કરવા ફરીયાદી સદંતર રીતે નિષ્ફળ નિવડેલ હોય તે બચાવ નામદાર કોર્ટે માન્ય રાખી તથા ફરીયાદ પક્ષે કેસનાં જુદા જુદા તબકકે જુદી જુદી રજુઆતો કરવામાં આવેલ તે ઘ્યાને લઈ ચેક રીર્ટનનાં કેસમાં આકીબ અસલમ કુરેશી નાઓને નિર્દોષ ઠરાવી છોડી મુકતો હુકમ ફરમાવતી અદાલત
ફરીયાદી હરેશકુમાર ડાહયાલાલ મોદી નાઓ ફાયનાન્સનો ધંધો કરે છે અને આરોપી આકીબ અસલમ કુરેશી નવેમ્બર-૨૦૨૧ માં ફરીયાદીને ઘરે આવી ત્રણ ચાર માસ પુરતા રૂા.૨,૦૦,૦૦૦/- ની માંગણી કરેલી અને ફરીયાદીએ આરોપીને શાહુકારની વ્યાજની સમજ આપેલી અને આરોપી ફરીયાદી પાસેથી હાથઉછીની રકમ લેવા માટે તૈયાર થયેલા અને આરોપીએ ફરીયાદી પાસેથી નવેમ્બર-૨૦૨૧ માં હાથઉછીના નાણાં રૂા.૨,૦૦,૦૦૦/- લીધેલા આરોપીએ તે નાણાંની ચુકવણી પેટે ફરીયાદીને પંજાબ નેશનલ બેંકનો ચેક નં. ૯૩૯૭૯૩ રૂા.૨,૦૦,૦૦૦/- નો ચેક સહી કરી આપેલ જે ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં રજુ કરતા સદરહું ચેક તા. ૧૧/૦૭/૨૦૨૨ નાં રોજ ફંડ ઈન્સફીશીયન્ટનાં શેરાથી પરત ફરેલ અને આરોપીને જાણ કરતા નાણાં ચુકવી આપેલ નહીં તે અંગે આરોપીનાં સરનામે ડીમાન્ડ નોટીસ મોકલતા આરોપીને નોટીસ તા.૨૪/૦૮/૨૦૨૨ નાં રોજ આઉટ ઓફ સ્ટેશન નાં શેરાથી પરત આવેલ અને નાણાં ચુકવી આપેલ નથી જેથી ફરીયાદી દ્વારા આરોપી વિરૂદ્ધ હાલની આ ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબની ફરીયાદ દાખલ કરેલ છે.
આરોપી તર્ફે બચાવમાં એવી દલીલો રજુ કરવામાં આવેલ કે, ફરીયાદ પક્ષ ઘ્વારા રકમ હાથઉછીની હોવા બાબતેનાં કોઈ દસ્તાવેજી પુરાવાઓ નામદાર કોર્ટ રૂબરૂ રજુ રાખવામાં આવેલ નથી. ફરીયાદીએ આરોપીને કોઈ નાણાં હાથઉછીના આપેલા હોય તેવા પણ કોઈ પુરાવા ફરીયાદી તર્ફે નામદાર કોર્ટ રૂબરૂ રજુ કરવામાં આવેલ નથી. આ ઉપરાંત ફરીયાદી દ્વારા આરોપી પાસેથી નાણાં લેવાનાં બાકી હોય તે બાબતે ઈન્કમટેક્ષમાં પણ દર્શાવવામાં આવેલ નથી. સદર ચેક ત્રાહિત વ્યકિત પાસેથી મેળવી ફરીયાદીએ આરોપી વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલ હોવાનું સ્પષ્ટ પુરવાર થાય છે. આ ઉપરાંત મુળ ફરીયાદીની જુબાની તથા સાહેદની જુબાનીમાં રકમ આપવા બાબતે મહત્વનો વિરોધાભાષ નામદાર કોર્ટનાં રેકર્ડ ઉપર આવેલ છે. નામદાર કોર્ટ ઘ્વારા બંને પક્ષનાઓની દલીલો સાંભળ્યા બાદ ફરીયાદીની જુબાની તથા રજુ થયેલ દસ્તાવેજી પુરાવાઓ ઘ્યાને લીધા બાદ નામદાર કોર્ટે આરોપી આકીબ અસલમ કુરેશી નાઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ. આરોપી તર્ફે દલીલો એડવોકેટ મઝહર ખાન, ફારૂક પાનવાલા તથા ભૂમિકા સી. પટેલ નાઓએ કરેલ.
