(સિટી ટુડે) સુરત,તા.૦૩
સિંગણપોર – ડભોલી પોલીસ સ્ટેશનમા નોંધાયેલ “૧૯ વર્ષીય શિક્ષિકા આપઘાત કેસ” કૃત્ય અત્યંત જઘનીય હોય અને કિશોર પુખ્તવયના વિચારો ધારવતો હોય જેથી બાળ કિશોરની ટ્રાયલ પુખ્તય વયના વ્યક્તિ જેવી ચલાવવા માટે ફરીયાદ પક્ષ તરફથી જુવેનાઈ જસ્ટીશ બોર્ડ સમક્ષ બાળ કિશોર – નિલ વિષ્ણુભાઈ દેસાઈ નાઓને જુવેનાઈલ જસ્ટીશ એક્ટની કલમ ૧૫ હેઠળ પુખ્ત વયનો ગણી ટ્રાયલ ચલાવવા અનુસંધાનેની અરજી કરવામા આવેલ તે અરજી નામંજુર કરતી જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ.
બહુ ચચિર્તની કેસની વિગત એ રીતેની છે કે, ૧૯ વર્ષીય શિક્ષિકાના આપઘાત કેસમા કાયદાના સંઘર્ષમા આવેલ બાળકિશોરનો કેસ નામદાર સેશન્સ કોર્ટમાં કેસ ચલાવવા સબંધીત પોલીસ ઈન્સ્પેક્ટર સાહેબ નાઓએ અરજી કરેલ અને જે અરજીમાં પોલીસ ઈન્સ્પેક્ટર સાહેબ દ્વારા સદર અપરાધ ખુબ જ જઘનીય અપરાધ હોય અને કિશોર સામે કાયદાની કલમ ૧૫ હેઠળ કાનુની કાર્યવાહી હાથ ધરવી જોઈએ જે અનુસંધાને અરજી આપવામાં આવેલ અને તેમાં મુળ ફરીયાદી તર્ફે પણ વકીલ નાઓએ હાજર થઈને રજુઆતો કરેલ તેમજ બાળકિશોર તર્ફે સીનીયર વકીલ કલ્પેશ એસ. દેસાઈ તથા વકીલ રાકેશ એ. મૈસુરીયા નાઓએ રજુઆત કરી અને જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના પ્રમુખને જણાવેલ કે, “ભારતીય ન્યાય સંહિતા મ્દ્ગજી -ની કલમ ૧૦૮ અન્વયે દુમ્પ્રેરણનો ગુન્હો તે જઘનીય અપરાધની વ્યાખ્યામા આવતો નથી અને સદર ગુન્હો એવા પ્રકારનો નથી જે હિનીયસ ક્રાઈમની વ્યાખ્યામાં આવતો હોય અને તેમા સાત વર્ષથી ઓછી સજા થઈ જ ન શકે તેવા પ્રકારનો નથી અને આ અનુસંધાને નામદાર સુપ્રિમ કોર્ટનો ચુકાદો SHILPA MITTAL VS STATE OF NCT DELHI 2020 (2) SCC 787 ? કેસમાં નામદાર સુપ્રિમ કોર્ટે “હિનીયસ ક્રાઈમ” અંગેની વ્યાખ્યાને અનુસંધાને સ્પષ્ટતા કરેલ છે અને જણાવેલ છે કે, ઓછામા ઓછી સાત વર્ષથી ઓછી સજા થઈ જ ન શકે તેવા ગુન્હા જ “હિનીયસ ક્રાઈમ” મા આવે છે. આમ, સદર ગુન્હો “હિનિયસ ક્રાઈમ” ની વ્યાખ્યામા આવતો ન હોય જેથી જુવેનાઈલ જસ્ટીસ એક્ટની કલમ ૧૫ હાલના ગુન્હાને લાગુ પડતી ન હોય તે તમામ રજુઆતો ધ્યાને લઈ નામદાર જુવેનાઈલ જસ્ટીસ બોર્ડ દ્વારા તપાસ કરનાર અધિકારી નાઓની અરજી નામંજુર કરવામા આવેલ.સદર અરજીના અનુસંધાને સીનીયર વકીલ કલ્પેશ એસ. દેસાઈ તથા વકીલ રાકેશ એ. મૈસુરીયા નાઓએ સફળ રજુઆત કરેલ.
