નવીદિલ્હી, તા.૫
તાજેતરમાં કેટલાક મીડિયા અહેવાલોમાં એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે પેટ્રોલમાં ૨૦% ઇથેનોલના મિશ્રણ (ઈ૨૦)થી વાહનોના એÂન્જનને (ખાસ કરીને જૂના મોડલના વાહનોને) નુકસાન થઈ શકે છે. આવા દાવાને કેન્દ્ર સરકારે સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. પેટ્રોલિયમ મંત્રાલયે નિવેદન આપ્યું છે કે, આવા અહેવાલોમાં વિજ્ઞાન આધારિત મજબૂત પુરાવાનો સ્પષ્ટ અભાવ છે, તેમાં કોઈ તથ્ય નથી. મંત્રાલયે આંકડા આપીને જણાવ્યું હતું કે પેટ્રોલ કરતાં ઇથેનોલનું ઓક્ટેન રેટિંગ વધુ હોવાથી ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વધુ ઉચ્ચ ગુણવત્તાવાળું હોય છે.
પેટ્રોલિયમ મંત્રાલયનું કહેવું છે કે, ‘દેશ-વિદેશમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજિત યાંત્રિક અને કાર્યક્ષમતા સંબંધિત વિવિધ પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ (ઇ૨૦) જૂના તેમજ નવા વાહનોના એÂન્જનમાં કોઈ ખાસ નુકસાન કરતું નથી કે એની કાર્યક્ષમતા ઘટાડતું નથી. ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇÂન્ડયા ઇÂન્ડયન ઇÂન્સ્ટટ્યૂટ ઓફ પેટ્રોલિયમ, અને ઇÂન્ડયન ઓઇલ કોર્પોરેશન આર એન્ડ ડી દ્વારા કરાયેલ ટેÂસ્ટંગ દર્શાવે છે કે, ઇ૨૦ના ઉપયોગ દરમિયાન વાહનમાં કોઈ અસામાન્ય ઘસારો, કાર્યક્ષમતા ક્ષતિ કે સ્ટા‹ટગમાં મુશ્કેલી જાવા મળી નથી.’
આ ઉપરાંત પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું હતું કે, ‘પરંપરાગત પેટ્રોલનો ઓક્ટેન રેટિંગ માત્ર ૮૪.૪ હોય છે, જ્યારે કે ઇથેનોલનું ઓક્ટેન રેટિંગ ૧૦૮.૫ છે, એટલે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વધુ ઉચ્ચ ગુણવત્તાવાળું અને સારી દહન ક્ષમતા ધરાવતું હોય છે, જે એÂન્જન માટે વધુ અસરકારક બની શકે છે.’
પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ, માઇલેજમાં થતો થોડો ઘટાડો ઇથેનોલ મિશ્રિત પેટ્રોલના કારણે નહીં, પણ ઓછી ઊર્જા ઘનતાને કારણે થાય છે, જે સામાન્ય ગણાય છે. આમ પણ આ ઘટાડો બહુ ઓછો છે અને જૂના વાહનોમાં જ થઈ શકે છે. પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મોટા ભાગના વાહન નિર્માતા હવે એÂન્જન ટ્યુનિંગમાં સુધારા સાથે ઈ૨૦ માટે અનુકૂળ ઘટકોનો સમાવેશ કરવા લાગ્યા છે. ‘સોસાયટી ઓફ ઇÂન્ડયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ’ ના જણાવ્યા મુજબ, એપ્રિલ ૨૦૨૩થી બજારમાં ઉપલબ્ધ થયેલા વાહનો અપડેટેડ એÂન્જન અને ફ્યુઅલ સિસ્ટમ સાથે ઈ૨૦ ને અનુરૂપ વાહનો છે. તેથી ઇંધણ કાર્યક્ષમતા પર મોટી નકારાત્મક અસર થાય છે, એવો અહેવાલ ખોટો છે.
પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું હતું કે, બ્યુરો ઓફ ઈÂન્ડયન સ્ટાન્ડર્ડ્સ – ભારતીય ધોરણો સંસ્થા તથા ઓટોમોટિવ ઉદ્યોગ ધોરણો દ્વારા ઈ૨૦ માટે જરૂરી સલામતી માપદંડો સ્પષ્ટપણે નિર્ધારિત છે. કેટલાક જૂના વાહનોમાં ૨૦,૦૦૦થી ૩૦,૦૦૦ કિલોમીટરના ઉપયોગ પછી રબર ગાસ્કેટ બદલવાની જરૂર પડી શકે છે, જે નિયમિત સર્વિસિંગ દરમિયાન સરળતાથી અને ઓછા ખર્ચે શક્્ય છે.
૧) પેટ્રોલમાં ઇથેનોલ ઉમેરવાથી એÂન્જનને ઉચ્ચ-ઓક્ટેન ઇંધણ મળે છે, જેને લીધે બહેતર રાઇડ ક્વોલીટી મળે છે અને વાહન ચલાવવાના અનુભવમાં પણ સુધારો થાય છે. ખાસ કરીને આધુનિક, હાઈ-કમ્પ્રેશન એÂન્જન માટે ઈથેનોલ ઉત્તમ વિકલ્પ છે.
૨) ઈ૨૦નો ઉપયોગ ભારતની ઊર્જા સુરક્ષા માટે મહ¥વનો છે. ઇથેનોલના વધતા ઉપયોગથી ક્રૂડ તેલની આયાતમાં ઘટાડો થયો છે, જેને કારણે વર્ષ ૨૦૧૪ પછી ભારતે રૂપિયા ૧.૪૦ લાખ કરોડ જેટલાનું વિદેશી હૂંડિયામણ બચાવ્યું છે.
૩) ઇથેનોલ શેરડી અને મકાઈ જેવી ખેતપેદાશોમાંથી બનાવાતું હોવાથી એના ઉપયોગથી કૃષિ આધારિત અર્થતંત્રને મજબૂતી મળે છે. ફક્ત ઇથેનોલ માટે સરકાર દ્વારા દેશના ખેડૂતોને રૂ. ૧.૨૦ લાખ કરોડ જેટલી રકમ સીધી ચૂકવાય છે.
પેટ્રોલમાં ૨૦ ટકા ઇથેનોલનું મિશ્રણ કરીને ઈ૨૦ બનાવાયા પછી સરકાર હવે આ ઇથેનોલનું પ્રમાણ વધારીને ૨૭ ટકા કરવાની તૈયારીમાં છે. આ નવું મિશ્રણ-ઇંધણ ‘ઈ૨૭’ તરીકે ઓળખાશે. વિવિધ સરકારી વિભાગો આ દિશામાં ઝડપથી કામગીરી કરી રહ્યા છે. બીઆઇએસ ને ઈ૨૭ ઇંધણ માટે તાત્કાલિક ધોરણે માનદંડ ઘડવા માટે સૂચના અપાઈ છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે દેશની પ્રતિષ્ઠિત વાહન પરીક્ષણ એજન્સી છઇછૈં ને ઈ૨૭ ઇંધણને અનુરૂપ વાહનોના એÂન્જનમાં જરૂરી ફેરફારો કરવા અંગે સંશોધન શરૂ કરવા જણાવી દીધું છે. મ્ૈંજી તરફથી હવે ડીઝલમાં પણ ૧૦ ટકા આઇસોબ્યુટેનોલ (ૈંમ્છ) મિશ્ર કરાશે. પરંપરાગત ઇંધણોના વિકલ્પ રૂપે અલગ પ્રકારના બાયોફ્યુલ વિકસાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે, જેને કારણે પેટ્રોલમાં ‘ઈ૨૭’ ની જેમ ‘ડીઝલ-ૈંમ્છ’ માટે સંશોધન થઈ રહ્યાં છે. ડીઝલ-ૈંમ્છ નો ઉપયોગ કરી શકાય એ માટે ડીઝલ એÂન્જનની રચનામાં વિશિષ્ટ પ્રકારના ફેરફાર કરવાની જરૂર પડશે.
